મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd June 2020

કાંગોમાં કોરોના બાદ ઇબોલાની દસ્તક : ૪ના મોત

ઇબોલાના ૬ નવા કેસ નોંધાયા : WHO એ કરી પુષ્ટિ

મબાંડાકા તા. ૨ : વિશ્વભરમાં પગ પેસારો કરી ચુકેલી વૈશ્વિક મહામારી કોરોના વાયરસ બાદ હવે કાંગોમાં ઇબોલા વાયરસે દસ્તક આપી દીધી છે. સ્થાનિક અધિકારીઓની સાથે સાથે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ તેની પુષ્ટિ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કાંગો ઇબોલાના છ નવા કેસ સામે આવ્યા છે. તેમાં ચાર મોત થયા છે.

ઙ્ગસૂત્રોના જણાવ્યા મુજબ, કાંગોના સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે પશ્ચિમી શહેર મબંડાકામાં ઇબોલા વાયરસના નવા છ કેસ સામે આવ્યા છે. તેમાંથી ચાર દર્દીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૮ બાદ તે બીજી વાર છે જયારે કાંગોમાં ઇબોલા વાયરસના નવા કેસ સામે આવ્યા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિદેશક ટેડ્રોસે કહ્યું કે કાંગોના સ્વાસ્થ્ય મંત્રાલએ ઇબોલા વાયરસના કેસની જાણકારી આપી છે. જોકે આ શહેરમાં ઇબોલા વાયરસના અત્યાર સુધીમાં કોઈ કેસ સામે આવ્યો નથી. જોકે સંપર્ણ કાંગોમાં કોરોના અત્યાર સુધીમાં અંદાજે ૩૦૦૦ કેસ આવી ચુકયા છે. તેઓએ કહ્યું કે કોરોના અને ઇબોલાને એકબીજા સાથે કોઈ સંબંધ નથી.

ઇબોલા આફ્રિકાના ઉષ્ણકટીબંધિય વર્ષાવનવાળા વિસ્તારને ક્ષેત્રીય બીમારી છે. તેના લક્ષણોમાં શરૂઆતમાં તાવ, નબળાઈ, કરોડરજ્જુમાં દુખાવો અને ગળામાં દુખાવો થાય છે.

ત્યારબાદ ઉલ્ટી થવી, ડાયરિયા અને કેટલાક કેસમાં આંતરિક બહારીય સ્ત્રાવ પણ થાય છે.

(12:48 pm IST)