મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd June 2020

વરસાદ પડયે સંક્રમણ વધે તેવા એંધાણ

વૈજ્ઞાનિકોએ લાલબત્તી ધરી

નવી દિલ્હી તા. ર : દેશમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે ચોમાસુ પણ દસ્તક દેતા મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જુનના અંત અથવા જુલાઇમાં ચોમાસુ સક્રિય થવાની સાથે સંક્રમણમાં વધારે વધારો થઇ શકે છે. આ ઋતુમાં જવાની ઇન્સેફેલાઇટીસ, ડેંગ્યુ અને મેલેરીયાના કહેરને જોતા આરોગ્ય વિભાગ અને નગરપાલિકાઓ પર પણ દબાણ વધશે જે પહેલાથીજ કોરોના સામે લડવામાં પોતાની પુરી શકિત વાપરી રહ્યા છે. ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ બેંગ્લોર અને ટાટા ઇન્સ્ટીટયુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ મુંબઇના રીસર્ચરોએ કહ્યંુ કે ચોમાસામાં સંક્રમણનો બીજો તબકકો શરૂ થઇ શકે છે. ઉત્ષ્ણતામાનમાં ઘટાડો થવાથી આ ઉછાળો આવવાની શકયતા છે. આઇઆઇએસસી બેંગ્લોરના પ્રોફેસ રાજેશ સુંદરેશને કહ્યું કે અવર જવરમાં ઢીલથી પહેલા જ વધતા કેસોથી ચિંતા છે અને ચોમાસાથીએ કહેવું મુશ્કેલ બનશે કે ગ્રાફ કેટલો ઉપર જશે દિલ્હી, મુંબઇ, ડેંગ્યુ, મેલેરીયા જેવા રોગો સામે લડવા આરોગ્ય કર્મીઓની મોટી ટીમ કામે લગાડવી પડશે.

(10:39 am IST)