મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd June 2020

કોરોનાને લઇ સારા સમાચાર, દેશમાં રિકવરી રેટ વધ્યો અને મૃત્યુ રેટ ઘટયો

યુએસએ, યુકે, ફ્રાંસ અને ઇટાલી જેવા દેશોની તુલનામાં ભારતમાં મૃત્યુ દર ૨.૮૩% છે

નવી દિલ્હી, તા.૨: કોરોના ચેપના ઝડપથી વધી રહેલા કેસો દરમ્યાન સારા સમાચાર છે. દેશમાં આ મહામારી મહામારીમાંથી પુન સારા થવાનો દર વધી રહ્યો છે અને મૃત્યુદરમાં ઘટાડો થઈ રહ્યો છે. યુએસએ, યુકે, ફ્રાંસ અને ઇટાલી જેવા દેશોની તુલનામાં ભારતમાં મૃત્યુ દર ૨.૮૩% છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મતે, કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની રિકવરીનો દર સતત વધી રહ્યો છે. આ દર હવે ૪૮.૧૯ ટકા પર પહોંચી ગયો છે. ૧૫ એપ્રિલના રોજ, સારા થવાનો દર ૧૧.૪૨ ટકા હતો, ૩ મેના રોજ ૨૬.૫૯ ટકા અને ૧૮ મેના રોજ તે ૩૮.૨૯ ટકા હતો.

એ જ રીતે, વિશ્વભરમાં સરેરાશ મૃત્યુ દર ૬.૧૯ ટકા છે. તેની તુલનામાં, ભારતમાં મૃત્યુ દર દ્યટીને ૨.૮૩ ટકા થઈ ગયો છે. મૃત્યુ દર ૧૫ એપ્રિલના રોજ ૩.૩ ટકા, ૩ મેના રોજ ૩.૨૫ ટકા અને ૧૮ મેના રોજ ૩.૧૫ ટકા હતો. મંત્રાલયનું કહેવું છે કે મોનિટરિંગ, દર્દીઓની સમયસર ઓળખ અને દર્દીઓની સારી સંભાળને કારણે મૃત્યુદરમાં ઘટાડો થઈ રહ્યો છે. આ તમામ પગલાઓમાં બે ટ્રેન્ડ જોવા મળ્યા છે, દર્દીઓનીઓનો રિકવરી રેટ સુધરી રહ્યો છે અને મૃત્યુદરમાં ઘટાડો થઈ રહ્યો છે.

મંત્રાલયે ૩૧ મેના રોજ જાહેર કરેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) સ્ટેટસ રિપોર્ટ -૧૩૨ ને ટાંકીને જણાવ્યું છે કે ભારતની સ્થિતિ સૌથી વધુ મૃત્યુવાળા દેશો કરતા દ્યણી સારી છે. યુ.એસ. માં એક લાખથી વધુ લોકોનાં મોત થયાં છે અને મૃત્યુ દર ૯.૯હ ટકા છે. બ્રિટનમાં ૩૮ હજારથી વધુ લોકોનાં મોત નીપજયાં છે અને ત્યાં મૃત્યુ દર ૧૪.૦૭ ટકા છે. એ જ રીતે, ઇટાલીમાં તે ૧૪.૩૩ ટકા છે, સ્પેનમાં તે ૧૨.૧૨ ટકા છે, ફ્રાન્સમાં તે ૧૯.૩૫ ટકા છે અને બ્રાઝિલમાં તે ૫.૯૯ ટકા છે.

ભારતમાં કોરોના વાયરસના કમ્યુનિટીસ્પ્રેડની સ્થિતિ અસ્પષ્ટ છે. એઈમ્સ ડોકટરોના નિષ્ણાતોની એક ટીમ અને આઈસીએમઆરના બે સભ્યોએ કહ્યું છે કે મોટા વિસ્તાર અને વસ્તીમાં કમ્યુનિટીસ્પ્રેડીંગ થયું છે. પરંતુ સરકારનું કહેવું છે કે પરિસ્થિતિ હજી સમુદાય સંક્રમણ સુધી પહોંચી નથી.નિષ્ણાંતોએ પોતાનો અહેવાલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ સુપરત કર્યો છે. તેમાં જાણવામાં આવ્યું છે કે, અપેક્ષા રાખવી અર્થહીન છે કે દેશમાંથી કોરોના વાયરસનો ચેપ નાબૂદ થઈ શકે છે, કેમ કે તે કમ્યુનિટીસ્પ્રેડીંગના સ્તરે પહોંચી ગયું છે.

(10:38 am IST)