મુખ્ય સમાચાર
News of Monday, 1st June 2020

આર્મેનિયાના પ્રધાનમંત્રી નિકોલ પશિનયન અને તેમના પરિવારને કોરોનાનો ચેપ લાગ્યો

આ વાયરસના કોઈ લક્ષણ જોવા મળ્યા નથી અને તેઓ ઘરેથી કામ કરશે

નવી દિલ્હીઃ આર્મેનિયાના પ્રધાનમંત્રી નિકોલ પશિનયન અને તેમના પરિવારનો કોરોના રિપોર્ટ  પોઝિટિવ આવ્યો છે.

 

પશિનયને ફેસબુક પર પોતાનો એક રેકોર્ડ કરેલો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે કહ્યુ, કાલે મારો કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે તે પણ કહ્યું કે, તેમના પરિવારનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અર્મેનિયાઇ પ્રધાનમંત્રીએ કહ્યુ કે, તેમનામાં આ વાયરસના કોઈ લક્ષણ જોવા મળ્યા નથી અને તેઓ ઘરેથી કામ કરશે. તેઓ અને તેમની પત્ની અન્ના હકોબયાનના ચાર બાળકો છે. અન્ના એક પત્રકાર છે.

માત્ર 3 મિલિયન એટલે કે 30 લાખની વસ્તી વાળો આ દેશ કોરોના વાયરસથી ખુબ પ્રભાવિત છે. અહીં અત્યાર સુધી સંક્રમણના 9492 મામલા અને 139 મૃત્યુ થયા છે.

(12:42 am IST)