મુખ્ય સમાચાર
News of Monday, 1st June 2020

દેશમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય એટલે કે 102 ટકા વરસાદ થવાની સંભાવના

ગત વર્ષે હવામાન વિભાગે 96 ટકા વરસાદનું અનુમાન લગાવ્યું હતુ

નવી દિલ્હી : દેશમાં ચોમાસાનું આગમન થયું છે ત્યારે હવામાન વિભાગે પણ દેશમાં ચાલુ વર્ષે સારા ચોમાસાની આગાહી કરી છે. પોતાના લાંબાગાળા પૂર્વાનુમાનનું એલાન કરતા ભારતીય હવામાન વિભાગે કહ્યું કે ચાલુ વર્ષે સારા ચોમાસા માટે અનુકૂળ પરિસ્થિતિ છે.. જેના કારણે દેશમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય એટલે કે 102 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. ગત વર્ષે હવામાન વિભાગે 96 ટકા વરસાદનું અનુમાન લગાવ્યું હતુ.

પરંતુ હકીકતમાં 110 ટકા વરસાદ વરસ્યો હતો. ભારતીય અર્થતંત્રનો મોટો હિસ્સો કૃષિ પર નિર્ભર છે. ત્યારે વધુ એક સારા ચોમાસાથી દેશના અર્થતંત્રને આગળ વધવામાં ફાયદો મળી શકે છે. સાથે જ કૃષિ જણસોનું પણ બમ્પર ઉત્પાદન થઇ શકશે.

(12:40 am IST)