મુખ્ય સમાચાર
News of Monday, 1st June 2020

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસની સંખ્યા 70 હજારને પાર પહોંચી : વધુ 76 લોકોના મોત : મૃત્યુઆંક 2362 થયો

એકલા મુંબઈમાં વધુ 1413 કેસ સાથે કુલ કેસ 41,099 થયા : મૃત્યુઆંક 1319

 

મુંબઈઃ દેશભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં સૌથી વધુ દર્દીઓ મહારાષ્ટ્રમાં નોંધાયા છે  છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 2361 કેસ વધ્યા છે અને 76 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 2362 લોકોના મૃત્યુ કોરોનાને કારણે થયા છે.

મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિતોની સંખ્યા 70,013 પહોંચી ગઈ છે. પ્રદેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 37534 છે. અત્યાર સુધી 30108 દર્દી ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ દર્દી મુંબઈથી સામે આવ્યા છે.

નવા આંકડા બાદ મુંબઈમાં હવે કોરોના સંક્રમિત 41,099 થઈ ગયા છે. મુંબઈમાં કોરોનાથી મૃત્યુઆંક 1319 છે. મુંબઈમાં 16985 સંક્રમિતો સારવાર બાદ સાજા થયા છે. મુંબઈમાં હવે 22789 એક્ટિવ દર્દી છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 1413 નવા કેસ સામે આવ્યા છે અને 40 લોકોના મૃત્યુ થયા છે.

(12:18 am IST)