મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd June 2020

કોવિદ-19 મહામારી વચ્ચે સ્ટુડન્ટ્સને ઓનલાઇન અભ્યાસ કરવા કોમ્પ્યુટર અપાયા : યુ.એસ.ના કેલિફોર્નિયામાં સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટ તથા અનેકાન્ત કોમ્યુનિટી સેન્ટરની પ્રશંશનીય સેવા

કેલિફોર્નિયા : કોવિદ -19 મહામારી વચ્ચે સ્ટુડન્ટ્સનો અભ્યાસ ખોરવાઈ ન જાય તેમાટે યુ.એસ.માં સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટ તથા અનેકાન્ત કોમ્યુનિટીના ઉપક્રમે વાલ્ડેઝ મિડલ સ્કૂલ એકેડમીને 250 ગૂગલક્રોમ બુક્સ તથા બ્યુએના પાર્ક ડિસ્ટ્રીક્ટને 115 ગુગલ ક્રૉમબુક્સ આપવામાં આવી હતી.
કોરોના મહામારી વચ્ચે ઘેરબેઠા ઓનલાઇન અભ્યાસ કરી શકવા માટે ઘણા પરિવાર પોતાના બાળકોને કોમ્પ્યુટર અપાવી શકે તેમ નહોતા તેવું જાણમાં આવતા ઉપરોક્ત ટ્રસ્ટ દ્વારા એપ્રિલ માસમાં 500 ગૂગલક્રોમ બુક્સનું વિતરણ કરાયું હતું જે માટે ડો.નીતિન શાહ ,ઉપરાંત ડોક્ટર્સ જશવંત તથા મીરા મોદી ,શ્રી મહેશ  ,સુશ્રી ઉષા વાઢેર ,જૈન સેન્ટર ઓફ સાઉથ કેલિફોર્નિયા ,ફેડરેશન ઓફ જૈન એશોશિએશન ઓફ નોર્થ અમેરિકા ,સહિતનાઓનો સહયોગ મળ્યો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:15 pm IST)