મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd May 2018

જસ્ટિસ જોસેફ પર કોઇપણ નિર્ણય ન થયો : ચર્ચાનો દોર

ભવિષ્યમાં થનાર બેઠકમાં આ સંદર્ભમાં નિર્ણય લેવાશે : ૫૦ મિનિટ સુધી કોલેજિયમની બેઠક ચાલી

નવીદિલ્હી, તા. ૨ : સુપ્રીમ કોર્ટની પાંચ જજની કોલેજિયમે ઉત્તરાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કેએમ જોસેફના નામ ઉપર હાલમાં કોઇ નિર્ણય કર્યો નથી. કોલેજિયમની મિટિંગ આશરે ૫૦ મિનિટ સુધી ચાલી હતી. જેમાં નિર્ણય ટાળી દેવામાં આવ્યો હતો. સરકારે સંબંધિત ફાઇલ કોલેજિયમને પાછી મોકલી દીધી હતી જેમાં ૧૦મી જાન્યુઆરીના દિવસે જસ્ટિસ જોસેફના નામની સુપ્રીમ કોર્ટના જજ તરીકે પ્રમોટ કરવા માટેભલામણ કરવામાં આવીહતી. જસ્ટિસ કેએમ જોસેફની ટોપ કોડમાં બઢતીના સંદર્ભમાં કોઇ નિર્ણય થઇ શક્યો નથી. કોલેજિયમમાં ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ જે ચેલામેશ્વર, રંજન ગોગોઇ, મદન લાકોર અને કુરિયન જોસેફ છે. આ લોકોની બેઠક જસ્ટિસ કેએમ જોસેફની સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતીના કેસમાં ફેર વિચારણા કરવા બેઠક યોજાઈ હતી પરંતુ તેમાં કોઇ નિર્ણય કરી શકાયો ન હતો. જસ્ટિસ જોસેફના નામની સુપ્રીમ કોર્ટના જજ તરીકે પ્રમોટ કરવા માટે ભલામણ કરવામાં આવી હતી. એવી શક્યતા દેખાઈ રહી છે કે, ટૂંક સમયમાં જ આ સંદર્ભમાં નિર્ણય લેવામાં આવશે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, ભવિષ્યમાં યોજાનાર કોલેજિયમની બેઠકમાં આ અંગે નિર્ણય લઇ શકાશે. કેન્દ્ર સરકારે જસ્ટિસ જોસેફના પ્રમોશન સંબંધિત કોલેજિયમની ભલામણને તેની પાસે ફેરવિચારણા કરવા માટે મોકલી દીધી હતી. આને લઇને વિવાદ થયો હતો. સરકારે કહ્યું હતું કે, આ પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટના માપદંડ મુજબ નથી. સુપ્રીમ કોર્ટમાં કેરળના પુરતા પ્રતિનિધિત્વ રહેલા છે. જસ્ટિસ જોસેફ કેરળમાંથી આવે છે. જસ્ટિસ જોસેફ ૨૦૧૪થી ઉત્તરાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે. જસ્ટિસ કેએમ જોસેફની બેંચે જ નરેન્દ્ર મોદી સરકારના ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાના નિર્ણયને બદલી દીધો હતો જેથી કોંગ્રેસની સરકાર બની હતી.

 

(9:25 pm IST)