મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd May 2018

માત્ર શંકાના કારણે જેડેની હત્યા રાજને કરાવી હતી

જેડે તેની હરીફ ટોળકીને મદદ કરે છે તેવી શંકા : છોટા રાજને વિદેશમાં બેઠા બેઠા પોતાના લોકોને મોકલીને મુંબઈમાં જેડે પર પાંચ ગોળીઓ ચલાવાઈ હતી : રિપોર્ટ

મુંબઈ,તા. ૨ : છોટા રાજનના કહેવા પર આ હત્યા કરવામાં આવી હતી. છોટા રાજને નાનકડી શંકાના આધાર પર હત્યા કરાવી હતી. ૧૧મી જૂન ૨૦૧૧ના દિવસે મુંબઈના પવાઈમાં જેડેની હત્યા કરવામાં આવી હતી. જેડેની અન્ડરવર્લ્ડ ડોન અને તેના નજીકના લોકો સાથે વાતચીત થતી રહેતી હતી. અન્ડરવર્લ્ડના સમાચાર બનાવતી વેળા જેડે રાજનને લઇને પણ સમાચાર લખતા હતા. રાજનને એવી શંકા હતી કે, જેડે તેના હરીફ ટોળકીના લોકો સાથે મળીને હત્યા કરાવવા ઇચ્છુક છે. આજ કારણસર દિલ્હીની તિહાર જેલમાં રહેલા રાજને જેડેની હત્યા કરાવી હતી. છોડા રાજને પોતાના લોકોને કહીને જેડે ઉપર પાંચ ગોળીઓ ચલાવાઈ હતી જેના લીધે જેડેનું મોત થયું હતું. છોટા રાજન તે વખતે ભારતની બહાર હતો. છોટા રાજને પોતાની ટોળકીના સભ્યો મારફતે જેડેની હત્યા કરાવી હતી. જેડે તેના દુશ્મન દાઉદ ઇબ્રાહીમને પણ મળી ચુક્યો છે તેવી રાજનને શંકા હતી કે, દાઉદના ઇશારે જેડે તેના અહેવાલ લખી રહ્યો છે. જેડેએ અન્ડરવર્લ્ડ પર બે પુસ્તકો પણ લખ્યા હતા.

છોટા રાજનની લાઇફ ઉપર પુસ્તક લખવાની તૈયારીમાં હતો. ઝીરો ડાયલ જેડે દ્વારા લખવામાં આવેલું પુસ્તક છે. આને મળીને મુંબઈ અન્ડરવર્લડ પર બે પુસ્તકો લખ્યા હતા. ત્રીજા પુસ્તક લખવાની તૈયારીમાં હતો.

(8:44 pm IST)