મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd May 2018

લોકસભા સચિવાલયે 100 જગ્યાઓ પર ઈન્ટર્નશિપ માટે મંગાવી અરજી, દર મહિને મળશે 20 હજાર

ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિધાર્થીઓને તક : www.sri.nic.in અને loksabha.nic.in પર અરજી કરી શકાય છે

 

નવી દિલ્હીઃ સ્પીકર રિસર્ચ ઇનીશિએટિવ (SRI) હેઠળ લોકસભા સચિવાલયે યુવાનો માટે ઈન્ટર્નશિપ માટે અરજી મંગાવી છે  સચિવાલયે 100 સીટો માટે અરજી મંગાવી છે. તેમાંથી 50 જગ્યાઓ એક મહિનાની ઈન્ટર્નશિપ માટે અને 50 જગ્યાઓ ત્રણ મહિનાની ઈન્ટર્નશિપ માટે છે. લોકસભા સચિવાલયના અધિકારીએ જણાવ્યું ઈન્ટર્નશિપ પ્રોગ્રામમાં પસંદ થયેલા યુવાનોને 20 હજાર સ્ટાઇપેન્ડ અપાશે ઇન્ટર્નશિપ કાર્યક્રમનો હેતુ ઉત્કૃષ્ઠ એકેડમિક રોકોર્ડવાળા વિદ્યાર્થીઓને સંસદીય લોકતંત્ર સાથે જોડાયેલા વિભિન્ન તત્વો અને પહેલુઓ વિશે અનુભવ પ્રાપ્ત કરવાનો અવસર પ્રદાન કરે છે

   સચિવાલયમાં યુવાનોને બે પ્રકારની ઈન્ટર્નશિપ કરાવવામાં આવશે. પ્રથમ ગ્રેજ્યુએટ માટે અને બીજી પોસ્ટ ગ્રેજ્યુએટ માટે. ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે એક મહિનો અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ત્રણ મહિનાની ઈન્ટર્નશિપ હશે. બે વર્ષ પહેલા શરૂ થયેલી બંન્ને ઈન્ટર્નશિપ માટે 50-50 સીટો નક્કી કરવામાં આવી છે. અરજી કરવાની અંતિમ તારીખ 4 મે છે.

   ઈન્ટર્નશિપ સ્પીકર રિસર્ચ ઈનિશિએટિવ હેઠળ છે, જેને લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને આગળ વધારી છે. ત્રણ મહિનાના ઈન્ટર્નશિપનો સમય ગાળો 2 જુલાઈથી 28 સપ્ટેમ્બર સુધીનો છે. તે માટે સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, ભાષા. પર્યાવરણ અભ્યાસ, વિધિ, પત્રકારિતા, નાણા, મેનેજમેન્ટ વગેરેમાં શાનદાર એકેડમિક રોકોર્ડ રાખનારા 21 થી 30 વર્ષ સુધીના ભારતીય વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. ઉમેદવાર પાસે બે વર્ષની પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી અનિવાર્ય છે. પસંદ થયેલા ઉમેદવારોને 20 હજાર રૂપિયા મહિને સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. સાથે સ્ટેશનરી અને ટાઇપિંગ ખર્ચ માટે 10 હજાર રૂપિયા વધારાના આપવામાં આવશે

   સ્નાતક વિદ્યાર્થીઓ માટે એક મહિનાની ઈન્ટર્નશિપનો સમયગાળો 28 જૂનથી 27 જુલાઈ સુધી હશે. તે માટે સામાજિક વિજ્ઞા, વિજ્ઞાન, ભાષા, પર્યાવરણ અભ્યાસ, વિધિ, પત્રકારત્વ, નાણા, મેનેજમેન્ટના 18 થી 30 વર્ષના વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. પસંદ થયેલા ઉમેદવારોને 20 હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. તે સિવાય સ્ટેશનરી અને ટાઇપિંગ ખર્ચ માટે પાંચ હજાર આપવામાં આવશે. ઇચ્છુક વિદ્યાર્થીઓ પદ માટે www.sri.nic.in અને loksabha.nic.in પર અરજી કરી શકે છે.

(12:00 am IST)