મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd May 2018

આ તે કેવી મા ! સગીર વયની દિકરીને રૂપિયાની લ્હાયમાં વેચી નાખીઃ દર મહિને દલાલો ૪૦,૦૦૦ રૂપિયા આપતા હતાં: મનાલીના સેક્સ રેકેટનો પર્દાફાશ

નવી દિલ્હીઃ દિલ્હીમાં અેક હૈયુ હચમચાવતી ઘટના સામે આવી છે. અેક માતાઅે રૂપિયાની લ્હાયમાં તેની સગીર વયની દિકરીને વેચી નાખતા ભારે ખળભળાટ મચી ગયો છે.

મળેલી માહિતી મુજબ પીડિતાને તેની સગી માતાએ દલાલોના હાથે વેંચી મારી હતી. જેના બદલામાં તે દલાલો પાસેથી મહિનાના 40 હજાર રૂપિયા વસૂલતી હતી.

છોકરીએ પોલીસને જણાવ્યું કે ગયા મહિને દલાલ એને લઇને મનાલી આવ્યા હતા. શનિવારે જ્યારે તેમણે છોકરીને એક ગ્રાહક પાસે મોકલી ત્યારે છોકરી ત્યાંથી ભાગવામાં સફળ થઇ અને સીધી જ હોસ્પિટલે પહોંચી ગઇ હતી. હોસ્પિટલના સ્ટાફની મદદથી બાળકોની મદદ કરતી હેલ્પલાઇન 1098 પર ફોન કરવામાં આવ્યો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસે આઇપીસીની વિવિધ કલમો અંતર્ગત કેસ દાખલ કરી લીધો.

પોલીસે છોકરીના નિવેદનના આધારે કાર્યવાહી કરતાં મુખ્ય આરોપીને મનાલીથી દબોચી લીધો છે. તે પંજાબના જિરાકપુરનો રહેવાસી છે. છોકરી મુજબ તેના જેવી કેટલીય છોકરીઓ સાથે જબરદસ્તી આ કામ કરાવવામાં આવી રહ્યું છે. હાલ બાકીની છોકરીઓ અન્ડરગ્રાઉન્ડ થઇ ગઇ છે, અને મનાલી પોલીસે એમને શોધવા માટે ચક્રો ગતિમાન કરી દીધા છે.

મનાલી પોલીસને શંકા છે કે સેક્સ રેકેટના છેડા દિલ્હી સાથે જોડાયેલા છે. પાછલા કેટલાક વર્ષોમાં કુલ્લૂ પોલીસ 9 સેક્સ રેકેટનો ભાંડો ફોડી ચૂકી છે, જેમાં કેટલીય મહિલાઓ અને છોકરીઓને બચાવી લેવામાં આવી છે. કેટલાક વર્ષોમાં ટૂરિસ્ટની સાથે સાથે દેહ વ્યાપારે પણ મનાલીમાં તેજ થઇ ગયો છે. ગરમીઓની સિઝનમાં દલાલ વધુ છોકરીઓને મનાલી લાવતાહોય છે.

(6:32 pm IST)