મુખ્ય સમાચાર
News of Sunday, 2nd April 2023

વિશ્માંવિશ્વમાં ફરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ડંકો: એપ્રુવલ રેટિંગમાં પ્રથમ

અમેરિકાની કંપનીએ મોર્નિંગ કન્સલ્ટે ગ્લોબલ લીડર એપ્રુવલ લિસ્ટ બહાર પાડ્યું : પીએમને 76 ટકા એપ્રુવલ રેટિંગ સાથે ટોચનું સ્થાન: ઓસ્ટ્રેલિયા, અમેરિકા સહિતના દેશોના નેતાઓ PM મોદીની નજીક પણ નથી

અમેરીકા ભલે વિશ્વની સૌથી મોટી મહાસત્તા હોય, પરંતુ જ્યારે સૌથી શક્તિશાળી નેતાની વાત આવે તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોઈ ટકી શકતું નથી. PM નરેન્દ્ર મોદી ફરી એકવાર અમેરિકાની મોર્નિંગ કન્સલ્ટ દ્વારા જાહેર કરાયેલ વૈશ્વિક લીડર એપ્રુવલ લિસ્ટમાં ટોચ પર છે. પીએમ મોદીને 76 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. તે જ સમયે, મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર 61 ટકા એપ્રુવલ રેટિંગ સાથે આ યાદીમાં બીજા નંબરે છે.

(5:42 pm IST)