મુખ્ય સમાચાર
News of Thursday, 2nd April 2020

રાજ્ય સરકાર કોરોના સામે સજ્જ : રાજકોટમાં કોરોના દર્દીઓ માટે 250 બેડની ખાસ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ તૈયાર

ચાર માળની હોસ્પિટલમાં કેસ નોંધણીથી લઈને આઇસોલેશન વોર્ડની સુવિધા : દર્દીઓ-ડોકટરો ,નર્સિંગ સ્ટાફ અને દર્દીના સગા માટે અલગ અલગ લિફ્ટ : ડિઝિટલ સિસ્ટમથી સજ્જ આઇસીયું વોર્ડ તૈયાર :સગર્ભા દર્દીઓ માટે પ્રસુતિ ગૃહ તેમજ નાના પોઝિટિવ બાળકો માટે અલગ વોર્ડ

રાજ્ય સરકાર દ્વારા રાજકોટ શહેરમાં કોરોનાના દર્દીઓ માટે 250 બેડની ખાસ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે .સિવિલ હોસ્પિટલમાં આવેલ મલ્ટી સ્પેશિયાલિટી બિલ્ડીંગમાં કોવિડ19 ની હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવી છેસંવાદદાતા ઋષિ દવેએ તમામ તકેદારી રાખી કોવિડ 19 હોસ્પિટલની ખાસ મૂલાકાત લીધી હતી.

  સમગ્ર  દેશ પર કોરોનાની આફત સર્જાતાની સાથે રાજ્ય સરકાર કોરોના સામે જંગ માટે સજ્જ બની છે. આરોગ્ય તંત્ર દ્વારા કોરોનાના શંકાસ્પદ દર્દીઓને હોમકોરેન્ટાઈ કરીને તેમજ પોઝિટિવ દર્દીઓની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. રાજ્યના 4 મહાનગરોમાં રાજ્ય સરકારે 4 કોવિડ હોસ્પિટલ તૈયાર કરાવી છે જેમાં રાજકોટ શહેરમાં 250 બેડની મલ્ટીસ્પેશિયાલીટી તેમજ તમામ સગવડો સાથે હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે .

 રાજકોટ શહેરમાં કુલ 4 માળની છે કોવિડ 19 હોસ્પિટલ તૈયાર કરાઈ છે જેમાં દરેક માળે સુવિધા અપાઈ છે  ગ્રાઉન્ડ ફ્લોર - કેસ નોંધણી, ફલૂ કોર્નર ઓપીડી , ટ્રાઇએજ એરિયા .
પહેલો માળ - સઘન સારવાર વિભાગ, લેબોરેટરી, એકસરે વિભાગ , ડાયાલિસિસ રૂમ , રીફ્રેશમેન્ટ રૂમ
બીજો માળ - આઈસોલેશન વોર્ડ કે જેમાં શંકાસ્પદ પુખ્તવય દર્દીઓ - ડી વિંગ , પોઝિટિવ પુખ્તવય દર્દીઓ- વિંગ .

ત્રીજો માળ - આઈસોલેશન વોર્ડ ( પોઝિટિવ પુખ્તવય દર્દીઓ ), શંકાસ્પદ પુખ્તવય દર્દીઓ , લેબર રૂમ , મેટરનીટી .ટી.  ચોથો માળ - આઈસોલેશન વોર્ડ ( શંકાસ્પદ બાળ દર્દીઓ - ડી વિંગ ) , આઈસોલેશન પોઝિટિવ બાળ દર્દીઓ - વિંગ

   મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે અલગ લિફ્ટ, ડોક્ટરો માટે અલગ લિફ્ટ તેમજ દર્દીઓના સગા તેમજ નર્સિંગ સ્ટાફ માટે પણ અલગ અલગ લિફ્ટની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાનાં દર્દીઓની લિફ્ટમાં સિક્યુરિટી ગાર્ડ, લિફ્ટમેનને પણ સંપૂર્ણ પહેરવેશ સાથે ડ્યુટી પર રાખવામાં આવ્યા છે જેથી તેમને ચેપ લાગવાની સંભાવના રહે નહીં બ્લડ  રિપોર્ટ હોસ્પિટલમાં થઈ શકે તે માટે હોસ્પિલની અંદર લેબોરેટરી તૈયાર કરવામાં આવી છે
  કોરોનાનાં પોઝિટિવ દર્દીઓને જો ક્રિટિકલ કન્ડિશન સર્જાય તો કુલ 40 બેડ ની ક્ષમતા વાળો , ડિઝિટલ સિસ્ટમથી સજ્જ આઇસીયું વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. વોર્ડમાં દર્દીની સાથે તેમના સગા બેસી શકે માટે એક સ્વીચ રાખવામાં આવી છે જે પ્રેસ કરતાની સાથે નર્સને એલર્ટ મળી જાય છે
 કોઈ પણ કોરોના ના દર્દી ને ડાયાલિસિસ કરવાની જરૂર પડે તે માટે સંપૂર્ણ સુવિધા સાથે સગર્ભા દર્દીઓ માટે પ્રસુતિ ગૃહ તેમજ નાના પોઝિટિવ બાળકો માટે અલગ વોર્ડ પર સંપૂર્ણ વ્યવસ્થા સિવિલ તંત્ર દ્વારા કરવામાં આવી છે .હાલ રાજકોટ શહેરની કોવિડ 19 હોસ્પિટલમાં કોરોનાના 3 પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા ત્યારે ગુજરાત નો પ્રથમ પોઝિટિવ દર્દી નદીમ સંપૂર્ણ સ્વસ્થ થતા તેને રાજા આપવામાં આવી છે જો કે તંત્ર દ્વારા હજુ 7 દિવસ તેને કોરેન્ટાઈન કરવામા આવ્યો છે. શહેરમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓમાં કુલ 9 વ્યક્તીની સારવાર ચાલી રહી છે.તેમ સિવિલ સુપ્રીટેન્ડેડ મનીષ મહેતાએ જણાવ્યું હતું .

(11:31 pm IST)