શિવાજી મહારાજ અમેરિકા પરિવારના ઉપક્રમે 1 માર્ચના રોજ શિવાજી જયંતિ ઉજવાઈ : ગોકુલધામ હવેલી એટલાન્ટામાં કરાયેલી ઉજવણીમાં 700 ઉપરાંત લોકો હાજર રહ્યા
એટલાન્ટા : અમેરિકાના એટલાન્ટા જ્યોર્જિયામાં 1 માર્ચ 2020 ના રોજ છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ ઉજવાઈ ગઈ.શિવાજી મહારાજ અમેરિકા પરિવારના ઉપક્રમે ગોકુલધામ હવેલી એટલાન્ટા મુકામે કરાયેલી ઉજવણી દરમિયાન ભારતમાં મરાઠા સામ્રાજ્યના ઇતિહાસની યાદો તાજી થઇ હતી.જે પ્રસંગે 700 જેટલા લોકો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો ,પાલખી યાત્રા ,લેઝીમ દાવ , ફોક ડાન્સ ,શોભાયાત્રા , દીપ પ્રાગટ્ય ,પાલખી પૂજન ,ઉદબોધન ,સહીત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.ઉજવણીને જ્યોર્જિયા ગવર્નર ,ભારતના મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ,ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ,તથા ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના આગેવાનોએ બિરદાવી હતી.તેવું એન.આર આઇ પલ્સ દ્વારા જાણવા મળે છે.