મુખ્ય સમાચાર
News of Thursday, 2nd April 2020

પદ્મશ્રી નિર્મલ સિંહનું નિધન, કોરોના વાયરસથી સંક્રમિત હતા

૧૦૦ લોકોની સભામાં કર્યુ હતું કિર્તનઃ સ્વર્ણ મંદિરના પૂર્વ 'હજૂરી રાગી'

ચંદીગઢઃ સ્વર્ણ મંદિરના પૂર્વ 'હજૂરી રાગી' જ્ઞાની નિર્મલ સિંહનું આજે સવારે નિધન થઈ ગયું. નિર્મલ સિંહ કોરોના વાયરસથી સંક્રમિત હતા અને તેમને વેંટિલેટર પર રાખવામાં આવ્યા હતા. બુધવારે તેમના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. ૬૨ વર્ષના નિર્મલના નિધનની જાણકારી પંજાબના ડિઝાસ્ટર મેનેજમેન્ટના વિશેષ મુખ્ય સચિવ કેબીએસ સિંધુએ મીડિયાને આપી.

રિપોર્ટ મુજબ નિર્મલ સિંહ ફેબ્રુઆરીમાં વિદેશથી પરત ફર્યા હતા અને તેમણે કેટલાય ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ટેસ્ટ દરમિયાન તેમને કોરોના સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી. નિર્મલ સિંહને ૨૦૦૯માં પદ્મશ્રી પુરસ્કારે નવાજયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ૨૯ ફેબ્રુઆરીએ તબલાવાદક જાકિર હુસૈન સાથે પણ તેમણે સ્વર્ણ મંદિરમાં એક કાર્યક્રમ કર્યો હતો. ૧૯મી માર્ચે ચંડીગઢમાં ૧૯૦ લોકોની હાજરીમાં કીર્તન કર્યુ હતું. તેઓ ફેબ્રુ માસમાં વિદેશથી પાછા ફર્યા હતા.

(11:33 am IST)