મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

હવે દેશના તમામ ખાનગી હોસ્પિટલમાં કોરોના રસી લગાવી શકાશે : કેન્દ્ર સરકારે આપી મંજૂરી

રાજ્ય સરકારો ખાનગી હોસ્પિટલો સાથે ચર્ચા કરીને ત્યાં રસીકરણ સ્લોટ 15 દિવસથી 1 મહિના સુધી ખોલી શકશે

નવી દિલ્હી : કેન્દ્રએ તમામ ખાનગી હોસ્પિટલોને કોવિડ રસી લગાડવાની મંજૂરી આપી છે આ માટે આરોગ્ય મંત્રાલયે નક્કી કરેલી માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. જેમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ખાનગી તબીબી સુવિધાઓ માટે તેમની ક્ષમતાનો ઉપયોગ કરવા કહેવાયું છે

રાજ્ય સરકારો ખાનગી હોસ્પિટલો સાથે ચર્ચા કરીને ત્યાં રસીકરણ સ્લોટ 15 દિવસથી 1 મહિના સુધી ખોલી શકે છે, સરકારે રસીના ટાઇમ ટેબલ પ્રમાણે આ જાહેર કરવું પડશે. બધા ખાનગી રસીકરણ કેન્દ્રોમાં ભીડના સંચાલન માટે પૂરતી બેઠક વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા વગેરે હોવી જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે રસીકરણ અભિયાનના બીજા તબક્કામાં સરકારે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને અને 45 થી વધુ ગંભીર બીમારીના ભોગ બનેલા લોકોને આપવામાં આવે છે 

(12:00 am IST)