મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

રવિવારે પીએમ મોદી બંગાળમાં : બ્રિગેડ મેદાનમાં સભા ગજવશે : 10 લાખ લોકોને એકત્ર કરવા તૈયારી

રાજ્ય, કેન્દ્ર અને જિલ્લા કક્ષાએ પાર્ટી કાર્યકરથી લઈને નેતા સુધી ભાજપની આખી ટીમ કાર્યરત

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષો દ્વારા તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. “નીલ બારી” અથવા નબન્નાના દખલના લક્ષ્‍ય સાથે BJP આગામી રવિવારથી અંતિમ યુદ્ધના રાઉન્ડની શરૂઆત કરવા જઈ રહી છે. રવિવાર એટલે 7 માર્ચે ઐતિહાસિક બ્રિગેડ મેદાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલીને સંબોધવાના છે, જેની ભાજપ જોર શોરથી તૈયારીઓ કરી રહી છે.

આ પહેલા બંગાળ ભાજપ તરફથી કહેવામાં આવ્યું હતું કે મંગળવાર અને બુધવારે ગૃહમંત્રી અમિતભાઈ  શાહ કોલકાતા આવી શકે છે. પરંતુ ગૃહમંત્રી આ પ્રવાસ પર આવી રહ્યા નથી. તેનું કારણ કહેવામાં આવી રહ્યું છે કે બ્રિગેડ ગ્રાઉન્ડમાં વડાપ્રધાનની રેલીને 200 ટકા સફળતા આપવા માટે ભાજપની આખી ટીમ રાજ્ય, કેન્દ્ર અને જિલ્લા કક્ષાએ પાર્ટી કાર્યકરથી લઈને નેતા સુધી એકત્રીત થયા છે.

એવું માનવામાં આવે છે કે લગભગ 7 થી 8 લાખ લોકો રેલીમાં એકત્ર થયા હશે જ્યારે ડાબેરીઓ, કોંગ્રેસ અને ISFએ એક સાથે રેલી કરી હતી. (જોકે તેની પુષ્ટિ કરવી લગભગ અશક્ય છે) અને ભાજપ બ્રિગેડમાં 10 લાખથી વધુ લોકોને એકત્રિત કરવા માંગે છે. આ આધારે ભાજપ દ્વારા જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. હવે તે નક્કી થયું છે કે ગૃહ મંત્રી અમિત શાહ 7 માર્ચ પછી જ ફરીથી કલકત્તાનો પ્રવાસ કરશે. મંગળવાર અને બુધવારે ઉત્તર અને દક્ષિણ કલકત્તાથી રોડ શો શરુ કરીને મધ્ય કલકત્તામાં પૂર્ણ કરવાની યોજના વિશે અગાઉ ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

(11:43 pm IST)