મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

દિલ્હી રાયોટ્સ : દિલ્હીમાં થયેલા તોફાનો વખતે મૃત્યુ પામેલ પુખ્ત વયની વ્યક્તિના પરિવારને દસ લાખ અને સગીરના પરિવારને પાંચ લાખ રૂપિયાનું વળતર શા માટે ? તમામ મૃતકોના પરિવારોને સમાન વળતર મળવું જોઈએ : દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનના અનુસંધાને નામદાર કોર્ટએ AAP સરકારનો ખુલાસો માંગ્યો

ન્યુદિલ્હી : દિલ્હીમાં થયેલા તોફાનો વખતે આમ આદમી પાર્ટી ( AAP ) ની સરકારે મૃત્યુ પામેલ પુખ્તવયની  વ્યક્તિના પરિવારને દસ લાખ અને સગીરના પરિવારને પાંચ લાખ રૂપિયાનું વળતર  જાહેર કર્યું હતું.જેની સામે રામ સુગરત તથા અન્યોએ દિલ્હી હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.
 આ પિટિશનમાં કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા બ્રિન્દા કરત પણ જોડાયા છે.

પિટિશનમાં  જણાવાયા મુજબ પુખ્ત વયની અને સગીર વ્યક્તિ વચ્ચે ભેદભાવ શા માટે ? તમામ મૃતકોના પરિવારો માટે સમાન વળતર રાખવું જોઈએ.

ઉપરોક્ત પિટિશનના આધારે ન્યાયમૂર્તિ પ્રથિબા એમ સિંઘની સિંગલ  જજ બેંચે દિલ્હી  રમખાણોના બે "સૌથી નાના પીડિતો" ના માતા-પિતા દ્વારા કરાયેલી  અરજી  અંતર્ગત  દિલ્હી સરકાર, સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, સીલમપુર અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, યમુના વિહારને નોટિસ આપી ખુલાસો માંગ્યો છે.સગીર વયના બે મૃતકો પૈકી એકની ઉંમર 15 વર્ષ અને બીજાની 17 વર્ષ છે.

જેઓનું ઉજ્જવળ ભવિષ્ય અને કુટુંબ માટે ભાવિ આધારને ધ્યાને લઇ ઉપરોક્ત માંગણી કરવામાં આવી છે. આગામી સુનાવણી 26 એપ્રિલના રોજ રાખવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:47 pm IST)