મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

પાકિસ્તાનના સિંધની ધારાસભામાં ધબધબાટી : ઇમરાન ખાનની પાર્ટીના નેતાઓ વચ્ચે આપસી મારામારી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના સિંધની ધારાસભામાં ધબધબાટી થઇ હોવાનું જાણવા મળે છે.જે મુજબ ઇમરાન ખાનની પાર્ટીના નેતાઓ વચ્ચે આપસી મારામારી થઇ જવા પામી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ સિંધની  વિધાનસભામાં તેહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) નેતાઓ અને 'બળવાખોર' નેતાઓ વચ્ચે ઝઘડો થયો હતો. સેનેટની ચૂંટણી દરમિયાન બળવાખોર નેતાઓએ પોતાને  મત આપવાનું કહ્યું હતું, ત્યારબાદ પીટીઆઈ નેતાઓએ વિધાનસભાને  યુદ્ધનું મેદાન બનાવી દીધું હતું.

પીટીઆઈના ત્રણ બળવાખોર નેતાઓ - અસલમ અબરૂ, શહરયાર શાર અને બક્ષ ગબોલ સિંધ વિધાનસભામાં પ્રવેશ્યા ત્યારે પીટીઆઈ નેતાઓએ તેમના પર હુમલો કર્યો હતો. કારણકે પીટીઆઈ નેતાઓ મત આપવા માટેની દાગીઓની માગણીથી  નાખુશ હતા.પરિણામે મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.અંતે  સુરક્ષા રક્ષકોએ નેતાઓને એક બીજાથી અલગ કરવાનો પ્રયાસ કર્યો હતો . પીપીપી નેતાઓ પણ લડતમાં જોડાયા હતા.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(7:58 pm IST)