મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

૩ માર્ચ વર્લ્ડ બર્થ ડિફેકટ ડે : ૩ માર્ચ “વિશ્વ શ્રવણ દિન” , વૈશ્વિક સ્તરે લગભગ ૬% શિશુઓ ગંભીર જન્મજાત ખામી સાથે જન્મે છે.

વર્લ્ડ બર્થ ડિફેકટ દિવસનો હેતુ વિશ્વમાં અનેક બાળકો જુદા જુદા કારણોસર બહેરાપણું–મૂંગાપણું (જન્મજાત બધિરતા), મોતિયો (જન્મજાત મોતિયો),હદય રોગ (જન્મજાત હૃદય રોગ), શારીરીક અપંગતા (કલબ ફુટ, કલેફટ લિપ અને કલેફટ પેલેટ, ન્યુરલ ટયુબ ડીફેકટ) જેવી ખામી સાથે જન્મ લેતા હોય છે. ગર્ભાવસ્થામાં બાળકની લેવાની અપૂરતી કાળજી તથા ગર્ભાધાન પહેલાંની બેદરકારી જેવાં કારણોના લીધે  જન્મજાત ખામીવાળા બાળકો જન્મ લેતા હોય છે. આવી જન્મજાત ખામી અટકાવવા માટે સામાજિક જાગૃતિ લાવવા, સંભાળ તેમજ સારવારમાં સુધારો લાવવા માટે પ્રતિ વર્ષ ૩જી માર્ચ વર્લ્ડ બર્થ ડિફેકટ ડે ની ઉજવણી કરવામાં આવે છે. જન્મજાત ખામી ખર્ચાળ હોઇ શકે અને બાળકના જીવન માટે નિર્ણાયક હોય છે.

 ૩જી માર્ચ નો દિવસ એ “વિશ્વ શ્રવણ દિન” (વર્લ્ડ હિયરીંગ ડે) તરીકે વિશ્વ ભરમાં ઉજવવામાં આવનારહોઇ તેમજ જેનો હેતુ સમાજમાં શ્રવણ શક્તિ/બહેરાશની વધતી જતી સમસ્યાઓ તેમજ તેની અટકાયતી અને નિયંત્રણ અંગે જનજાગૃતિ ફેલાવવાનો હોય છે. આ વર્ષે ૩જી માર્ચ-૨૦૨૧નાં રોજ WHO દ્વારા વિશ્વ શ્રવણ દિનની એક ચોક્ક્સ થીમ નક્કી કરવામાં આવેલ છે. જે મુજબTheme:“World Hearing Day 2021: Hearing Care for all”રાખવામાં આવેલ છે. જે મુજબ ઉજવણીમાં મુખ્ય ત્રણ બાબતો પર ભાર મૂકવામાં આવેલ છે. જેવીકે, (૧) કાનની સાંભળવાની તપાસ, (૨) પુનર્વસન અને (૩) વાતચીત જેવી પ્રવૃતિઓ પર ભાર મુકવામાં આવ્યો છે.

શાળા આરોગ્ય - રાષ્ટ્રીય બાળસ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) એ સરકાર દ્વારા સામુદાયિક અને સંસ્થાકીય સ્તરે અમલમાં મૂકવામાં આવેલ ખૂબ જ અગત્યનો કાર્યક્રમ છે.  રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જન્મથી લઈને ૧૮ વર્ષની ઉમર સુધીના બાળકોની 4D (ડિફેક્ટ, ડિસેબીલીટી, ડીસીઝ અને ડેવેલોપમેન્ટલ ડીલે) માટે તપાસ કરી સારવાર વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકનું સ્ક્રીનિંગ બાળક જન્મે ત્યારથીજ કરવામાં આવે છે. જે લગત દરેક બાળકની જન્મ સમયે બર્થ ડિફેક્ટ (જન્મજાત ખામી) માટે તપાસ દરેક ડિલેવરી પોઈન્ટ ખાતે કરવામાં આવે છે.

કુલ જીવિત જન્મના અંદાજિત 6.4% બાળકોમાં જન્મ સમયે બર્થ ડિફેક્ટ જોવા મળી શકે છે, જેમાંથી ૨.૫% વિઝિબલ બર્થ ડિફેક્ટ હોય છે. જો તેમની સમયસર તપાસ કરી બર્થ ડિફેક્ટનું નિદાન કરી યોગ્ય સારવાર કરવામાં આવે તો ઘણા બધા મૃત્યુ અટકાવી શકાય તેમજ લાંબા ગાળાની ડિસેબીલીટી અટકાવી, બાળકનું જીવસ સુધારી શકાય છે. જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા જન્મ સમયે દરેક બાળકનુંબર્થ ડિફેક્ટ સ્ક્રિનિંગ(તપાસ)થાઈ તે માટે સતત પ્રયત્નો કરે છે.

 

રાજ્ય સરકારના શાળા આરોગ્ય કાર્યક્રમ અને ભારત સરકારના નેશનલ હેલ્થ મિશન અંતગર્ત રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કોઈ પણ નવજાત બાળક જન્મજાત ખામી સાથે જન્મે છે તો તેને રાજ્યમાં આવેલ ૯૯૨ મોબાઈલ હેલ્થ ટીમો દ્વારા સારવાર માટે રીફર કરવામાં આવે છે અને તકેદારી રાખવામાં આવે છે કે બાળકને સારવાર વિના મૂલ્યે કોઈ તકલીફ વગર પૂરી પાડવામાં આવે. જિલ્લામાંથી ટીમો દ્વારા સંદર્ભ કાર્ડ ભરીને રિફર કરવાથી બાળકની સારવાર વિના મૂલ્યે કરવામાં આવે છે અને વાલીને કોઈ ચાર્જ આપવો પડતો નથી.

સારવાર મુખ્યત્વે સરકારી અને GMERS મેડિકલ કોલેજ હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલો, સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે પૂરી પાડવામાં આવે છે. હ્રદય રોગ માટે U. N. Mehta હોસ્પિટલ ખાતે સારવાર પૂરી પાડવામાં આવે છે.

 

જન્મજાત બધિરતા ધરાવતુ બાળક સાંભળી શકતું નથી અને ન સાંભળી શકવાના કારણે બાળકમાં સ્પીચ (ભાષા) ડેવલપ થઇ શકતી નથી. જેથી બાળક બોલી શકતું નથી. એટલે કે બાળક બહેરુ અને મુંગુ બની જાય છે. એનો એકમાત્ર ઇલાજ કોકલીયર ઇમ્પ્લાન્ટ છે. બજારમાં આ ઇમ્પ્લાન્ટની કિંમત પાંચ લાખથી વધારે હોય છે. તેમજ સ્પીચ થેરેપીનો અંદાજીત ખર્ચ પ્રતિ બાળક દીઠ ૨૦,૦૦૦ રૂપિયા જેટલો આવે છે જેમાં ૧૦૦ જેટલા સ્પીચ થેરાપી આપવી પડતી હોય છે. જેથી વાલીને અંદાજીત સાડા ૫ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. મોટાભાગના વાલીઓ આ ખર્ચ ઉઠાવી શકતા નથી જેથી તેઓના બાળકો સારવારના અભાવે આખી જિંદગી બહેરા મુંગા બની રહે છે. ગુજરાત સરકાર દ્વારા શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આ સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે.૨૦૧૩ થી અત્યાર સુધી ૨૨૦૦ કરતાં વધારે કોકલીયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવેલા છે.  જેથી બાળકોનું ભવિષ્ય ઉજળું થઈ શકે. 

દર વર્ષે, વૈશ્વિક સ્તરે લગભગ ૬% શિશુઓ ગંભીર જન્મજાત ખામી સાથે જન્મે છે. જન્મજાત ખામી એ શિશુ મૃત્યુદરના વૈશ્વિક ભારણમાં ફાળો આપનાર માનું એક છે અને પરિણામે જીવનભર માનસિક અને શારીરિક અપંગતા આવે છે. જો કે, ઘણી જન્મજાત ખામી અટકાવી શકાય છે. જન્મજાત ખામીની લોકજાગૃતિ દ્વારા જન્મજાત ખામીના પ્રમાણ દર માં સુધારો કરી શકાય છે તેમજ સમયસર સારવાર આપીને બાળકનું જીવન સુધારી શકાય છે.

 

કોઈપણ જન્મજાત ખામીને રોકી શકાતી નથી, પરંતુ સ્ત્રીઓના ગર્ભવતી થયા પહેલાં અને ગર્ભાવસ્થા દરમિયાન તંદુરસ્ત વર્તણૂકો અપનાવીને સ્વસ્થ બાળક મેળવવાની સંભાવના વધે છે. ઉદાહરણ તરીકે, દરરોજ 400 ગોલ ફોલિક એસિડ લેવાનું, પ્રિનેટલ કેર લેવી, રસી ઉપર અપ ટુ ડેટ રહેવું, સહિતના બધા પરિબળોજન્મજાત ખામીનું જોખમ ઘટાડે છે.

 

છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત સરકારના અથાગ પ્રયત્નોથી નવજાત મૃત્યુ દર ઘટાડવામાં  સફળતા મળેલ છે. જેમાં મુખ્યત્વે સંસ્થાકીય અને સામુદાયિક  સ્તરે વિવિધ યોજનાઓની અમલવારી, માનવબળ વધારવું, રેફેરલમાં સુધારો, તાલીમ વિગેરે પરિબળોનો મુખ્ય ફાળો છે.

દરેક પ્રસૂતિ સ્થળ પર જન્મનાર દરેક બાળકની વિઝિબલ બર્થ ડિફેક્ટ માટે બિનચૂક તપાસ કરવામાં આવે છે. જે સંસ્થામા અન્ય ડિફેક્ટસ, જેવી કે ફંકશનલ ડિફેક્ટ, મેટાબોલિક ડિફેક્ટ, ન્યૂરોલોજિકલ ડિફેક્ટ વિગેરેની તપાસ કરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં આવી ડિફેક્ટ્સ માટે સ્ક્રિનિંગ અને જરૂર જણાયે સારવાર કરવામાં આવે છે. જ્યાં આવી સુવિધા ઉપલબ્ધ ન હોય, ત્યાં જરૂર જણાયે બાળકને યોગ્ય સંસ્થામાં રિફર કરવામાં આવે છે. વધુમાં SNCU માં દાખલ થયેલ તમામ બાળકની ડિસ્ચાર્જ પહેલા બર્થ ડિફેક્ટ માટે તપાસ ફરજિયાત કરવાની રહેશે. તેવી જ રીતે RBSK મોબાઈલ હેલ્થ ટીમ અને ASHAદ્વારા તેમની ફિલ્ડ કામગીરી દરમિયાન ઘરે જઈને પણ બર્થ ડિફેક્ટ માટે સ્ક્રિનિંગ કરવામાં આવે છે.

 

 

 

 

 

 

ક્રમ

જન્મજાત ખામીઓ

પ્રમાણ દર (૧૦૦૦ / જીવિત જન્મે)

સંસ્થાઓ ખાતે અપાતી સારવાર

ન્યુરલ ટયુબ ડીફેકટ

(Neural Tube Defect)

૧૦૦૦ જીવિત બાળકો સામે ૪ બાળકો.

મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો ખાતે

કલેફટ લિપ અને કલેફટ પેલેટ

Cleft Lip and Palate

૧૦૦૦ જીવિત બાળકો સામે ૧ બાળક

મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ અને ૧૩-સ્માઇલ ટ્રેન હોસ્પિટલો ખાતે

કલબ ફુટ (Club Foot)

૧૦૦૦ જીવિત બાળકો સામે ૧ થી ૨ બાળકો.

મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો અને જિલ્લા હોસ્પિટલો ખાતેના ક્લબ ફૂટ ક્લિનીક (૨૫)

ડેવેલપમેન્ટલ ડીસપ્લેસિયા ઓફ હિપ

(Developmental Dysplasia of Hip)

૧૦૦૦ જીવિત બાળકો સામે ૧ બાળક.

મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો અને જિલ્લા હોસ્પિટલો ખાતે

જન્મજાત મોતિયો

(Congenital Cataract)

૧૦૦૦ જીવિત બાળકો સામે ૨ થી ૩ બાળકો.

મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો અને એમ.એન્ડ જે ઇન્સ્ટીટ્યુટ, અમદાવાદ ખાતે

જન્મજાત બધિરતા (Congenital Deafness)

૧૦૦૦ જીવિત બાળકો સામે ૪ થી ૧૦ બાળકો.

મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો ખાતે કોક્લિયર ઇમ્પ્લાન્ટ

જન્મજાત હૃદય રોગ

(Congenital Heart Diseases)

૧૦૦૦ જીવિત બાળકો સામે ૧૦ બાળકો.

યુ.એન.મહેતા કાર્ડીયોલોજી હોસ્પિટલ,અમદાવાદ ખાતે

ડાઉન્સ સિન્ડ્રોમ

(Down Syndrome)

૧૦૦૦ જીવિત બાળકો સામે ૧ બાળકો.

મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો અને DEIC સેન્ટરો ખાતે

રેટીનોપેથી ઓફ પ્રિમેચ્યોરીટી

(Retinopathy of Prematurity)

 

મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો અને એમ.એન્ડ જે ઇન્સ્ટીટ્યુટ, અમદાવાદ ખાતે

૧૦

અન્ય જન્મજાત ખામીયો

 

 

(7:36 pm IST)