મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

મહિલા જ્જને ' હેપ્પી બર્થ ડે ' વીશ કરનાર વકીલને જેલસજા : ફેસબુક એકાઉન્ટમાંથી મહિલા જજનો ફોટો ડાઉનલોડ કરી ' બર્થ ડે વીશ ' કાર્ડ મોકલ્યું હતું : વકીલે મધ્ય પ્રદેશ હાઇકોર્ટમાં જામીન અરજી કરી : આવતીકાલ 3 માર્ચના રોજ સુનાવણી

રતલામ : 29 જાન્યુઆરીના રોજ  જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ) મિતાલી પાઠકને ઇમેઇલ અને જન્મદિવસ કાર્ડ મોકલવા બદલ રતલામ પોલીસે એડ્વોકેટ વિજયસિંહ યાદવની 9 ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરી હતી . જે અંતર્ગત એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વકીલે પાઠકનો ફોટો તેના ફેસબુક એકાઉન્ટ પરથી ડાઉનલોડ કર્યો હતો અને તેને જન્મદિવસના  શુભેચ્છા / કાર્ડ સાથે  જોડ્યો હતો.

મહિલા જજે કરેલી ફરિયાદમાં  એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે યાદવે કોઈ અધિકૃતતા વિના જજનો ફોટો ડાઉનલોડ કર્યો હતો અને તેણીના સત્તાવાર ખાતામાં ઇમેઇલ મોકલ્યો હતો. વળી, ન્યાયાધીશના ફેસબુક એકાઉન્ટ પર તેને મિત્ર તરીકે ઉમેરવામાં આવ્યો ન હોવાથી,આવા 'અનધિકૃત' રીતે એક્સેસ કરેલા ફોટોગ્રાફનો ઉપયોગ, તથા માહિતી વિરુદ્ધ ટેક્નોલોજી  એક્ટની જોગવાઈઓ લાગુ કરી શકાશે.તેથી વકીલ ઉપર કલમ 420 સહીત જુદી જુદી કલમો લાગુ પાડી એફઆઈઆર નોંધાવાઇ હતી.

જેના અનુસંધાને  13 ફેબ્રુઆરીના રોજ વકીલના  પરિવારે જામીન અરજી કરી હતી.જે નામંજૂર થતા હાઇકોર્ટમાં જામીન અરજી કરાઈ છે. જેની સુનાવણી હાઇકોર્ટની ઇન્દોર બેન્ચ દ્વારા આવતીકાલ 3 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

image.png

(6:08 pm IST)