મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

આ વખતે માર્ચથી મે સુધી ભારે ગરમી પડશેઃ સાઉથ અને મધ્‍ય ભાગમાં સામાન્‍યથી ઓછુ તાપમાન રહેશે

નવી દિલ્હી: શિયાળાની ઠંડી બાદ હવે આવનારા સમયમાં દિલ્હી-એનસીઆરના લોકો હવે ગરમીના કારણે પરેશાન થવું પડી શકે છે. કેમ કે, માર્ચથી લઇને મે સુધી લૂ ચાલવાના 60 ટકા ચાન્સીસ છે. હવામાન વિભાગે ગરમીને લઇને પૂર્વાનુમાન જારી કર્યું છે અને જણાવ્યું છે કે, આ દરમિયાન તાપમાન પણ સામાન્યથી વધારે રહેવાની સંભાવના છે. હવામાન વિજ્ઞાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે, દિલ્હી-એનસીઆરમાં માર્ચથી મે સુધી લૂ ચાલવા અને દિવસ તેમજ રાત્રે તાપમાનનું સામાન્યથી દારે રહેવાના ચાન્સીસ છે.

સામાન્ય 0.5 ડિગ્રી વધુ રહી શકે છે તાપમાન

મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીમાં તાપમાન સામાન્યથી 0.5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારે રહેવા અને લૂ ચલાવાની 60 ટકા સંભાવના છે. મહાપાત્રાએ કહ્યું, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી એવા ક્ષેત્ર છે, જ્યાં મહત્તમ અને લઘુત્તમ, બંને કેસમાં તાપમાન સામાન્યથી ઉપર રહેવાની સંભાવના છે. આ ક્ષેત્રમાં લૂ ચાલવાની સાથે રાત અને દિવસ ગરમ રહેવાની આશંકા છે.

સાઉથ અને મધ્ય ભારતમાં સામાન્યથી ઓછું રહેશે તાપમાન

આઇએમડીએ તેમના પૂર્વાનુમાનમાં કહ્યું છે કે, માર્ચથી મે સુધી ઉત્તર, ઉત્તર પૂર્વ, પશ્ચિમ અને પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં દિવસનું તાપમાન સામાન્યથી વધારે રહેવાની સંભાવના છે. વિભાગે જો કે, સાઉથ અને તેને અડીને મધ્ય ભારતમાં તાપમાન સામાન્ય નીચે રહેવાનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે.

(5:08 pm IST)