મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

સુશાંતસિંહ રાજપૂત કેસમાં વિવાદોમાં રહેલ રિયા ચક્રવર્તી ભાઇ સાથે નવી દિલ્‍હીના એરપોર્ટ ઉપર જોવા મળીઃ ‘મેન અપ' લખેલુ ટી-શર્ટ પહેર્યુ હતુ

નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ રિયા ચક્રવર્તી ઘણી વિવાદોમાં રહી હતી. રિયા સામે સુશાંતના મોતને લઇને કેસ પણ નોંધવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આ મામલે રિયાને જેલ પણ જવું પડ્યું હતું. પરંતુ હવે તેનું જીવન નોર્મલ થતું જોવા મળી રહ્યું છે. રિયા હાલમાં પિતા ઇન્દ્રજીત અને ભાઈ શોવિક સાથે એરપોર્ટની બહાર જોવા મળી હતી.

એરપોર્ટ બહાર જોવા મળી રિયા

સુશાંતના મોત બાદ રિયા ચક્રવર્તી ઘણા સમયથી લાઇમલાઇટથી દૂર રહીં. ધીરે ધીરે તે કેટલીક જગ્યાઓ પર સ્પોટ થતી જોવા મળી રહી છે. થોડા દિવસ પહેલા જીમ અને હવે રિયા પિતા અને ભાઈ શોવિક ચક્રવર્તી સાથે એરપોર્ટ બહાર જોવા મળી છે. રિયાએ તે દરમિયાન વ્હાઈટ જેટેક પહેર્યું હતું, જેના પર 'મેન અપ' એટલે કે 'મર્દ બનો' લખ્યું હતું. ત્યારે રિયાની આ તસવીર વાયરલ થઈ રહી છે.

સ્ટ્રોન્ગ મેસેજવાળું જેકેટ

રિયા હમેશાં સ્ટ્રોન્ગ મેસેજવાળી ટી-શર્ટ પહેરે છે. ગત વર્ષ સપ્ટેમ્બરમાં પણ રિયા આ પ્રકારની સ્ટ્રોગ મેસેજવાળી ટી-શર્ટ પહેરેલું જોવા મળી હતી. જેની તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ હતી. તે ટી-શર્ટ પર લખ્યું હતું કે, Roses are red, violets are blue, Let's smash patriarchy, Me and you.

(5:08 pm IST)