મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ભાજપને મળેલ અતિ ભવ્ય વિજયથી ખુશખુશાલ વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપને આવી જ પ્રચંડ બહુમતી મળશે : કોંગ્રેસના આવા જ હાલ થશે

જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ ૮૪૭૪ બેઠકમાંથી બપોરે ૪ વાગ્યે ભાજપને ૫૧૩૩, કોગ્રેસને ૧૪૫૧ અને આપ સહિત અન્ય પક્ષોને ૩૯૭ બેઠકો મળી છે : ભાજપને તમામ ૩૧ જીલ્લા પંચાયતોમાં વિજય મળ્યો છે અથવા તો આગળ છે : ૮૧માંથી ૭૧ નગરપાલિકા ઉપર ભાજપનો, ૫ ઉપર કોગ્રેસનો વિજય થયો છે અથવા આગળ છે જયારે ૨૩૧ તા.પં.માંથી ૧૮૫ ઉપર ભાજપ અને ૩૪ ઉપર કોગ્રેસનો વિજય થયો છે અથવા તો આગળ છે : રાજય ચૂંટણીપંચ મોડી સાંજે સત્તાવાર આંકડાઓ જાહેર કરશે

(4:47 pm IST)