મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

ફ્રાન્સથી આવેલ મુંબઇના દંપતિ પાસેથી ઢગલો આઇફોન- પ્રોમેકસ મોબાઇલ મળી આવ્યાઃ બંનેની ધરપકડ

બેંગલુરુ એરપોર્ટ ઉપર કસ્ટમ અધિકારીએ તપાસ કરતા ફ્રાન્સથી આવેલા દંપતીની બેગમાંથી : ૨.૮ કરોડના મળ્યા આઇફોન અને પ્રોમેકસ મોબાઇલનો ઢગલો મળી આવ્યો! ૩૭ બેન્ક કાર્ડ જપ્તઃ ૪૯  વર્ષીય પુરૂષ અને તેની ૩૮ વર્ષની પત્નિના સામાનની ઝડતી લેતી વખતે તેમાંથી ૨૦૬ જેટલા કાળા કલરના નાના બોકસ નીકળ્યા હતા.

આ કપલ મુંબઇથી ૧૩ ફ્રેબ્રુઆરી ૨૦૨૧ના રોજ ફ્રાંસ જવા રવાના થયું હતું અને ત્યાંથી પોતાની સાથે ૨૦૬ જેટલા આઇફોન લાવ્યું હતું. પૂછપરછ દરમિયાન તેમણે કબૂલ્યું હતું કે તેઓ આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટ વતી કામ કરતા હતા. જેની બેંગલુરુમાં મજબૂત લિંક હતી.

તા.૧૨ સુધી જયુડીશીયલ કસ્ટડીમાં કોર્ટે મોકલી દીધા.

(3:56 pm IST)