મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

કેરળમાં ૧૯૮૦ બાદ સરકાર રીપીટ નથી થઇ

રાજસ્થાની જેમ અહીં પણ લોકો સત્તા પરિવર્તન કરે છે

નવી દિલ્હી,તા. ૨: સરકારને રીપીટ ન કરવાનો ટ્રેન્ડ રાજસ્થાનની જેમ કેરળના વોટરો પણ છે. છેલ્લા ૪૧ વર્ષમાં થયેલ ૯ ધારાસભા ચૂંટણીમાં એક વાર પણ સરકાર રીપીટ નથી થઇ. જ્યારે રાજસ્થાનમાં પણ ૧૯૯૮ બાદથી આ ટ્રેન્ડ ચાલ્યો આવે છે.

કેરળમાં આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલની પ્રતિષ્ઠા પણ દાવ ઉપર છે. કેરળમાં વામ દળોની આગેવાની વાળી એલડીએફ સત્તામાં છે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફ સત્તામાં પરત ફરવા તૈયારી કરી રહી છે.

વાયનાડથી રાહુલ ગાંધી સાંસદ છે. કોંગ્રેસ સંગઠન મહાસચીવ વેણુગોપાલ પણ કેરળથી જ છે. આ જ કારણથી કોંગ્રેસ પુરી તાકાતથી તૈયારીમાં છે. અલગ અલગ વર્ગો વચ્ચે રાહુલ જનનેતાની છબી બનાવવા પ્રયાસ કરી રહ્યા છે. સાથે જ કેરળના પક્ષમાં નિવેદન આપી મોટો દાવ ખેલ્યો છે.

કેરળમાં ૧૯૮૦ થી અત્યાર સુધીની સરકારો

વર્ષ   પાર્ટી

૧૯૮૦ એલડીએફ

૧૯૮૨ યુડીએફ

૧૯૮૭ એલડીએફ

૧૯૯૧ યુડીએફ

૧૯૯૬ એલડીએફ

૨૦૦૧ યુડીએફ

૨૦૦૬ એલડીએફ

૨૦૧૧ યુડીએફ

૨૦૧૬ એલડીએફ

(3:07 pm IST)