મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

ઓટો રીક્ષા પછી હવે બસ માલીકોએ વધાર્યા ભાડા

પટણાઃ બિહારમાં બસોના ભાડા રપ ટકા જેટલા વધવાના છે અને તે પણ સરકારની પરવાનગી વગર. આનું કારણ છે પેટ્રોલ અને ડીઝલનો ભાવવધારો. ઓટો અને ઇ-રિક્ષા વાળાઓએ ભાડા વધાર્યા પછી હવે બસ માલીકો પણ સામાન્ય માણસનું ખીસ્સું હળવુ કરવાની તૈયારીમાં લાગી ગયા છે.

૧૪ માર્ચની મધરાતથી વધારેલ ભાડું વસુલ કરવાની તૈયારી છે. સામાન્ય રીતે બસોનું ભાડું સરકાર જ નક્કી કરે છે પણ આ વખતે બસ માલીકોએ પોતાની મરજીથી ભાડુ વધારવાની એક તરફી જાહેરાત કરી છે. બસ ભાડુ વધારવા માટે બિહાર મોટર ટ્રાન્સપોર્ટ ફેડરેશનના બેનર હેઠળ મીટીંગ કરીને બસ માલીકોએ જાહેરાત કરી દીધી છે. મીટીંગમાં લેવાયેલ નિર્ણય અનુસાર જો ભાડુ લેવામાં આવે તો મુસાફરોએ ૧૦૦ રૂપીયાના બદલે ૧રપ અને ર૦૦ રૂપીયાની જગ્યાએ રપ૦ રૂપીયા ચુકવવા પડશે. આનો સીધો બોજ સામાન્ય માણસના ખીસ્સા પર પડશે.

(1:03 pm IST)