મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

ગુજરાતની ૩૧ જિલ્લા પંચાયતો ૨૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ નગરપાલિકાની ચુંટણીનું પરીણામ

*ગુજરાતમાં તમામ ૩૧ જીલ્લા પંચાયતમાં ભાજપનો વિજય

*૮૧માંથી ૭૧ નગરપાલિકા ઉપર ભાજપનો કબ્જો : ૫ ઉપર કોંગ્રેસ જીત્યુ

*૨૩૧ તાલુકા પંચાયત પૈકીની ૧૮૫માં ભાજપ અને ૩૪ ઉપર કોંગ્રેસનો વિજય

*રાજય ચૂંટણીપંચ મોડી સાંજે સત્તાવાર જાહેરાત કરશે

. રાજકોટ જીલ્લા પંચાયતની કુલ ૩૬ બેઠકોમાંથી અત્યાર સુધીમાં ભાજપ - કોંગ્રેસ બંનેને ૧-૧ બેઠક

. મહુવા વોર્ડ નં.૧માં ભાજપની પેનલનો વિજય

. તાલુકા પંચાયતની ૧-૧ બેઠક ઉપર 'આપ'ના ઉમેદવાર જીત્યા

. ઉપલેટા તાલુકા પંચાયતની અરણી બેઠક ઉપર ભાજપ વિજેતા

. બારડોલી નગરપાલિકામાં વોર્ડ નં.૧માં ભાજપના ચારેય ઉમેદવારોની જીત

. આહવા તાલુકા પંચાયતમાં પણ ૧ બેઠક ભાજપને ફાળે

. કાલાવડની આણંદપુરની તાલુકા પંચાયતમાં કોંગ્રેસ વિજેતા

. તલોદ ન.પા.ની બંને પેટાચૂંટણીમાં ભાજપનો વિજય

. જેતપુરના આરબટીંબડીની બેઠક ઉપર અપક્ષની જીત

. મોરબી માળીયા તા.પં.ની વર્ષામેડી બેઠક ઉપર ભાજપનો વિજય

. અંકલેશ્વરની અંદાડા બેઠક ઉપર ભાજપ વિજેતા

. જૂનાગઢ તા.પં.ની બગડુ બેઠક ઉપર ભાજપ વિજેતા

. ટંકારા તા.પં.ની લજાઈ બેઠક ઉપર કોંગ્રેસ વિજેતા

. અમદાવાદની મેરોલી બેઠક ઉપર ભાજપ વિજેતા

. અમરેલી ન.પા.માં કુલ ૪૪માંથી ૪ બેઠક ઉપર ભાજપ વિજેતા

. ભુજ ન.પા.માં કુલ ૪૪માંથી ૮ બેઠક ઉપર ભાજપ વિજેતા

. લીમડી ન.પા. વોર્ડ નં.૧માં ભાજપ વિજેતા

. વીસનગર હાંડુ તા.પં.માં ભાજપ વિજેતા

. બનાસકાઠા ભાભર ન.પા. વોર્ડ નં.૧માં ભાજપની પેનલનો વિજય

. ગીર સોમનાથ તાલાલા ન.પા. વોર્ડ નં.૧માં ભાજપ વિજેતા

. પોરબંદર છાંયા ન.પા.માં ભાજપના ઉમેદવાર પાયલ બાપોદરાનો વિજય

. કોડીનાર તાપની આલીદડ બેઠક ઉપર કોંગ્રેસ

. કેશોદ ન.પા. વોર્ડમાં ક્રોસ વોટીંગ

. ગોંડલ ન.પા. વોર્ડ નં.૭માં ભાજપ

. મુદ્રા ન.પા. વોર્ડ નં.૧માં કોંગ્રેસ

. મોરબી ન.પા. વોર્ડ નં.૮માં ભાજપ

. પાટણની સાંતલપુર તા.પં.માં કોંગ્રેસ

. મુંદ્રા ન.પા. વોર્ડ નં.૧માં કોંગ્રેસ

. અમદાવાદ તા.પં. ચાંગોદર બેઠકમાં ભાજપ

. વડોદરા સાવલીની બેઠકમાં તા.પં.માં ભાજપ

. લોધીકા ચાંદલી બેઠક ઉપર ભાજપ

. નસવાડી - અમરેલી તા.પં.માં કોંગ્રેસ

. જૂનાગઢ તા.પં.માં 'આપ'એ ખાતુ ખોલાવ્યુ

. ઉના તા.પં.ની ભાચા બેઠક ઉપર ભાજપ

. ધંધુકા તા.પં.ની આકરૂ બેઠક ઉપર કોંગ્રેસ

. કલોલ મોટી હોયણ તા.પં.માં ભાજપ

. ગોંડલ ન.પા. વોર્ડ નં.૭માં ભાજપ

. ડાંગની આહવા તા. પં.ની ૩ બેઠક ઉપર ભાજપ

. ઉમરગામ ન.પા.માં વોર્ડ નં.૧ અને ૨માં ભાજપની જીત

*અંજાર અને ચોટીલા નગરપાલિકામાં પણ ભાજપનું શાસન

* રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખના ધર્મપત્નિ પણ હાર્યા

રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હિતેશ વોરાના પત્નીની તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૧ હજાર મતે હાર્યા

*મોરબીની ચંદ્રપુર બેઠક ઉપર કોંગ્રેસનો વિજય

* પોરબંદર ખીરસરા જીલ્લા પંચાયતમાં ભાજપના બંને ઉમેદવારો વિજેતા

* બારડોલી નગરપાલિકામાં ભાજપનો ભાગવો લહેરાયો

* છોટા ઉદેપુરના કોંગ્રેસના દિગ્ગજ નેતા જગાભાઈ ચૂંટણી હાર્યા

* ગાંધીનગર જીલ્લા પંચાયતની બહિપલ બેઠક ઉપર કોંગ્રેસ વિજેતા

* સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં અપક્ષો પણ ઘણી જગ્યાએ જોર બતાવી રહ્યા છે

* પોરબંદર જીલ્લા પંચાયત ભાજપને ફાળે

* કેશોદ નગરપાલિકામાં વોર્ડ નં.૨માં કોંગ્રેસની પેનલ, વોર્ડ નં.૩માં ભાજપની પેનલ, વોર્ડ નં.૪માં ૨ બેઠક ભાજપ તથા ૨ બેઠક કોંગ્રેસને મળેલ છે. વોર્ડ નં.૪માં રીકાઉન્ટીંગઃ વોર્ડ નં.૫ અને વોર્ડ નં.૬માં ભાજપની પેનલ વિજેતા

* કેશોદ નગરપાલિકામાં રઘુવંશી સમાજના ચાર ઉમેદવારો (૧) અમિત ઉનડકટ, (૨) પરેશ રાયચુરા, (૩) કિરીટ કાનાબાર તથા (૪) પ્રભુદાસ તન્ના જીત્યાઃ વોર્ડ નં.૭માં ભાજપની પેનલ વિજેતા

*સ્થાનિક સ્વરાજય ચૂંટણીમાં 'આપ'નો પગપેસારો

* જીલ્લા પંચાયતોમાં ૬ બેઠકો આપને મળી

* તાલુકા પંચાયતોમાં ૧૮ બેઠકો આપને મળી

* મ્યુનિસિપાલીટીઓમાં ૨૨ બેઠકો કેજરીવાલની 'આપ' પાર્ટીને મળી

* બપોરે ૧૨ સુધીમાં 'આપ'ને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ૮૦૦૦થી વધુ બેઠકોમાંથી ૪૬ બેઠકો મળી છે.

*ગીર સોમનાથની ધોકડવા તથા ભાલપરા બેઠક ઉપર ભગવો લહેરાયો

પાટણની જીલ્લા પંચાયતની ધીણોજ બેઠક ઉપર ભાજપનો વિજય: જૂનાગઢના માણાવદર ખાતે કોંગ્રેસનો વિજય: મંત્રી જવાહરભાઈ ચાવડા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા: તેઓ માણાવદર ખાતે કોંગ્રેસના ધારાસભ્ય હતા

બરવાળા નગરપાલિકા ભાજપના કબ્જામાં

કુલ - ૨૬ બેઠક

ભાજપ - ૨૧ બેઠક

કોંગ્રેસ - ૩ બેઠક

મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખનો પરાજય

મોરબી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ અને ગયા વખતે અપક્ષ લડેલા ગોરધનભાઈ સરવૈયા અને જીલ્લા પંચાયતની મઈકા બેઠક ઉપર કોંગ્રેસના ધુરંધર ગજાના નેતા શ્રી નવઘણ મેઘાણી સામે પરાજીત થયાનું જાણવા મળે છે. આંતરીક જૂથબંધીએ તેમનો ભોગ લીધો હોવાનું મનાય છે

૧૨:૨૦ વાગ્યે

ખંભાળીયા નગરપાલિકા

ભાજપ - ૧૮

કોંગ્રેસ - ૧

બસપા - ૧

ભાવનગર જિ.પં.ની અલંગ બેઠક ઉપર કેજરીવાલની આમ આદમી પાર્ટીના ઉમેદવાર જબ્બર લીડથી વિજેતા થયા છે

ગોંડલ નગરપાલિકા

૪૪ બેઠક ઉપર ભાજપનો પ્રચંડ વિજયઃ ભગવો લહેરાયો : કોંગ્રેસે ખાતુ પણ ખોલાવ્યુ નથી

(ભાવેશ ભોજાણી દ્વારા)

૧૨:૨૧ વાગ્યે

રાજકોટ જીલ્લા પંચાયત

કુલ બેઠક - ૩૬

ભાજપ - ૨૦

કોંગ્રેસ - ૯

રાજકોટ જીલ્લા પંચાયત ભાજપના કબ્જામાં

પડધરી જીલ્લા પંચાયત બેઠક ઉપર કોંગીનો વિજય

રાજકોટ : જીલ્લા પંચાયતની પડધરી બેઠક ઉપર કોંગ્રેસના શ્રી ગીરીરાજસિંહ ચંદુભા જાડેજા ( શ્રી અનિરૂદ્ધસિંહ જાડેજા - હડમતીયાના ભાઈ)નો ૧૦૬૮ મતની જબ્બર લીડથી વિજય થયો છે. આ બેઠક ઉપર ભાજપના શ્રી મનોજભાઈ પેઢડીયા હારી ગયા છે

અમરેલી જીલ્લા પંચાયતમાં આપના ઉમેદવાર વિજયી

એક બેઠક ઉપર ભાજપના પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવાના પત્નિ પરાજીત થયા છે અને કેજરીવાલના 'આપ'ના ઉમેદવાર જીતી ગયા છે

કુંવરજીભાઈના હોમટાઉન

વિંછીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ વિજયી

કુલ બેઠક : ૧૮

કોંગ્રેસ : ૧૪

ભાજપ : ૩

ગોંડલ નગરપાલિકામાં ઐતિહાસિક ઘટના : તમામ ૪૪ બેઠકો ભાજપ જીતી ગયુ

ગીર સોમનાથની ધોકડવા તથા ભાલપરા બેઠક ઉપર ભગવો લહેરાયો

પાટણની જીલ્લા પંચાયતની ધીણોજ બેઠક ઉપર ભાજપનો વિજય : જૂનાગઢના માણાવદર ખાતે કોંગ્રેસનો વિજય : મંત્રી જવાહરભાઈ ચાવડા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા : તેઓ માણાવદર ખાતે કોંગ્રેસના ધારાસભ્ય હતા : કોટડાસાંગાણી તાલુકાની અરડોઇ બેઠક પર : રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પત્નીની હાર

રાજકોટ : જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષ વોરાના ધર્મપત્ની કોટડાસાંગાણી તાલુકા પંચાયતની બેઠક પર ચૂંટણી લડતા હતા. ત્યા ભાજપના ઉમેદવાર સામે તેમની ૮૦૦ જેટલા મતે હાર થયાનું જાણવા મળે છે.

ઉનામાં મોટો અપસેટ પુંજાભાઇ વંશના પુત્રનો પરાજય

કોંગી દિગ્ગજ અને ધારાસભ્ય પૂંજાભાઇ વંશના પુત્ર પરેશ વંશનો ભાજપના ભાવેશભાઇ ઉપાધ્યાય સામે ર૦૦૦ મતે પરાજય થયો છે

મહાનુભાવોના પરિવારજનો હાર્યા

 ધારાસભ્ય શ્રી પૂનમ પરમારના પુત્ર હારી ગયા

 બીટીપી પક્ષના ધારાસભ્ય છોટુભાઈ વસાવાના પુત્ર દિપકભાઈ હારી ગયા

 ધારાસભ્ય વિક્રમભાઈ માડમના પુત્ર પણ પરાજીત થયા

 કોંગી ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાના પુત્ર પરાજીત થયા

 જવાહરભાઈ ચાવડાના મતવિસ્તારના મેંદરડામાં તા. પં. કોંગ્રેસને મળી

 અર્જુનભાઈ મોઢવાડીયાના ભાઈ રામદેવભાઈ હારી ગયા છે.

ટંકારા તાલુકા પંચાયતની બેઠક ઉપર અપક્ષ તરીકે ચૂંટણી લડેલ રઘુવંશી ઉમેદવાર શ્રીમતી ચાર્મીબેન ભાવીનભાઈ સેજપાલ વિજેતા થયા

બ્રિજેશ મેરજાનો જયજયકાર

મોરબી નગરપાલિકાની તમામ બાવન બેઠક ભાજપનેઃ સત્તા ખૂંચવી લીધી

મોરબી નગરપાલિકાની તમામ ૫૨ બેઠકો ભાજપ જીતી ગયુ છે. કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થયો છે. ધારાસભ્ય શ્રી બ્રિજેશભાઈ મેરજાના નેતૃત્વમાં ભાજપે અભૂતપૂર્વ દેખાવ કર્યો છે અને કોંગ્રેસ પાસેથી સત્તા ખૂંચવી જબરી લપડાક મારી છે

ગોંડલ નગરપાલિકામાં ઐતિહાસિક ઘટના : તમામ ૪૪ બેઠકો ભાજપ જીતી ગયુ

ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાના ગામ ખીરસરામાં ભાજપનો પરાજયઃ કોંગ્રેસની જીત

ભાજપના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાનો મત વિસ્તાર ખીરસરા ગામમાં ભાજપનો પરાજય થયો છે : જયારે કોંગ્રેસને જીત મળી છે.

પડધરી જીલ્લા પંચાયત બેઠક ઉપર કોંગીનો વિજય

રાજકોટ : જીલ્લા પંચાયતની પડધરી બેઠક ઉપર કોંગ્રેસના શ્રી ગીરીરાજસિંહ ચંદુભા જાડેજા ( શ્રી અનિરૂદ્ધસિંહ જાડેજા - હડમતીયાના ભાઈ)નો ૧૦૬૮ મતની જબ્બર લીડથી વિજય થયો છે. આ બેઠક ઉપર ભાજપના શ્રી મનોજભાઈ પેઢડીયા હારી ગયા છે

મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખનો પરાજય

મોરબી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ અને ગયા વખતે અપક્ષ લડેલા ગોરધનભાઈ સરવૈયા અને જીલ્લા પંચાયતની મઈકા બેઠક ઉપર કોંગ્રેસના ધુરંધર ગજાના નેતા શ્રી નવઘણ મેઘાણી સામે પરાજીત થયાનું જાણવા મળે છે. આંતરીક જૂથબંધીએ તેમનો ભોગ લીધો હોવાનું મનાય છે

(4:08 pm IST)