મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

GDPનાં આંકડા પર સુબ્રમણ્યમ સ્વામીએ ઉઠાવ્યા સવાલ : હકીકતમાં -૧૫% જેટલો થયો છે ઘટાડો

મોદી સરકારે જાહેર કરાયેલા આંકડામાં GDP ને પોઝિટિવ +૦.૪% બતાવવામાં આવ્યું છે

નવી દિલ્હી, તા. ૨: BJP નેતા અને રાજય સભાનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સરકાર  દ્વારા ડિસેમ્બરમાં સમાપ્ત થયેલા નાણાકિય વર્ષનાં ત્રીજા ત્રિમાસિકનાં GDPનાં આંકડા પર સવાલો ઉઠાવ્યા છે, સ્વામીએ કહ્યું છે કે કેટલાક ઇંન્ડેકસની મદદ લેવામાં આવેતો GDP માઇનસ ૧૦થી ૧૫ ટકા (-૧૦ થી -૧૫%)  થઇ શકે છે, અત્રે ઉલ્લેખનિય છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડામાં પોઝિટિવ  (ૅ૦.૪%) બતાવવામાં આવ્યું છે.

સ્વામીએ કહ્યું  કે Laspeyres પ્રાઇઝ ઇન્ડેકસ નંબરનો ઉપયોગ કરવામાં આવે તો ડિસેમ્બર ત્રિમાસિકની GDP વૃધ્ધી  -૧૦ ટકા અને Paasche ઇન્ડેકસનો ઉપયોગ કરવામાં આવે તો તે -૧૫ ટકા હોઇ શકે છે, આ ઇંન્ડેકસમાં પ્લ્પ્ચ્ અને અસંગઠિત સેકટરનાં આંકડાનો પણ સમાવેશ કરવામાં આવે છે, જેમાં નેગેટિવ ગ્રોથ થઇ છે.

સ્વામીએ એક ટ્વીટમાં કહ્યું  MSME અને અસંગઠિત સેકટરમાં થયેલા નેગેટિવ ગ્રોથનાં ગેસ્ટીમેટને  GDPમાં ઉમેરવામાં આવે તો Laspeyres પ્રાઇઝ ઇન્ડેકસનાં મુજબ GDP વૃધ્ધી -૧૦ ટકા થશે, નહીં કે +૦.૪%. આ જ પ્રકારે Paasche ઇન્ડેકસનો ઉપયોગ કરીએ તો તે -૧૫ થશે.

હકીકતમાં Paasche ઇન્ડેકસથી અર્થતંત્રમાં કિંમતનાં સ્તર, રહેણીકરણી પાછળનો ખર્ચ અને મોંઘવારીનું અનુમાન લગાવવામાં આવે છે, આ જ પ્રકારે Paasche ઇન્ડેકસથી વસ્તુંઓ અને સર્વિસની કિંમતો અને તેની માત્રામાં થયેલા બદલાવનાં મુંજબ કિંમતોમાં ફેરફારનું માપન કરવામાં આવે છે.

(10:38 am IST)