મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

એર ઇન્ડિયાના પાઇલટ્સની રજાઓ અચાનક રદ કરાઇ

નવી દિલ્હી,તા. ૨: કેન્દ્ર સરકાર હસ્તકની એરલાઇન એર ઇન્ડિયાએ આજે એક ઓર્ડર બહાર પાડીને તેના પાઇલટ્સને જણાવ્યું છે કે એમની તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.

તમામ પાઇલટ્સને મોકલવામાં આવેલા ઇમેલ જણાવાયું છે કે, કોકપિટ ક્રૂ સભ્યોની તમામ રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે. તે છતાં કોઇને અત્યંત તાકીદની જરૂર હશે તો રજા મંજૂર કરવામાં આવશે. (ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ રોગચાળા દરમિયાન ઘણા પાઇલટ્સ રજા પર હતા અને એમની સેવાઓનો સંપૂર્ણપણે ઉપયોગ કરી શકાયો ન હોતો)

(10:36 am IST)