મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

કોરોના વાયરસનો કોઈ ભય નથી અને રસી નહીં લગાવડાવે.:રસી મુદ્દે ખેડૂત નેતાઓ મક્કમ

અહીં કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી : ખેડૂત નેતા

નવી દિલ્હી : કોવીડ  -19 ની રસીકરણ અભિયાનનો બીજો તબક્કો સોમવારથી શરૂ થયો છે, જે અંતર્ગત 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 45 વર્ષથી વધુ ઉંમરના લોકો જે ગંભીર રોગોથી પીડિત છે નું રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

પરંતુ છેલ્લા અમુક મહિનાથી દિલ્હીની સરહદો પર નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે તેમને કોરોનાનો કોઈ જ ભય નથી અને તેઓ રસી નહીં લગાવડાવે. જો કે, ખેડૂત નેતાઓએ એમ પણ કહ્યું છે કે તેઓ દિલ્હીની સરહદો પર ખેડૂતોના રસીકરણને અટકાવશે નહીં કારણ કે તે વ્યક્તિગત બાબત છે.

હજારો ખેડૂતો ત્રણ મહિનાથી વધુ સમયથી દિલ્હીની ત્રણ બોર્ડરો - સિંઘુ, ટિકરી અને ગાઝીપુર પર પડાવ નાખીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમાંથી મોટા ભાગના પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના છે.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેન્દ્ર દ્વારા લાગુ કરવામાં આવેલા ત્રણ વિવાદિત કૃષિ કાયદાને રદ કરવાની માંગણી કરી રહ્યા છે. ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરી રહેલા સંયુક્ત કિસાન મોરચાના વરિષ્ઠ સભ્ય બલવીરસિંહ રાજેવાલ (૮૦) એ જણાવ્યું હતું કે તેઓ રસી લેવા માટે રસીકરણ કેન્દ્રમાં નહીં જાય. તેમણે કહ્યું હતું કે મારે રસી લેવાની જરૂર નથી. અમે કોરોનાને મારી નાખ્યો છે. ખેડૂતોની પ્રતિરક્ષા પ્રણાલી મજબૂત છે કારણ કે તેઓ તેમના ખેતરોમાં સખત મહેનત કરે છે. ખેડૂતો કોરોના વાયરસથી ડરતા નથી. ''

તે જ સમયે, અન્ય વરિષ્ઠ નેતા જોગિન્દર સિંહ ઉગ્રહાન (75) એ કહ્યું કે આ રોગનો ભય તેને તેમની લડતથી વિચલિત કરવા માટે પૂરતો નથી. ભારતીય કિસાન યુનિયન (એકતા ઉગ્રહાન)ના વડા, જે ટિક્રી બોર્ડર પર વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા છે, તેમણે કહ્યું કે, 'ખેડૂતો માટે કોઈ કોરોના નથી. હું રસી લગાવીશ નહીં, પરંતુ અમે કોઈને પણ રસી લેવાની મનાઈ નહીં કરીએ.
"જોકે, ગાઝીપુર સરહદ પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ભારતીય કિસાન સંઘના મીડિયા પ્રભારી ધર્મેન્દ્ર મલિકે જણાવ્યું હતું કે જો સ્થાનિક વહીવટ તંત્ર દ્વારા ગોઠવણ કરવામાં આવે છે, તો ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતને રસી લેવામાં કોઈ સમસ્યા નથી. સંયુક્ત કિસાન મોરચાના 70 વર્ષીય સભ્ય કુલવંતસિંહ સંધુએ કહ્યું કે તેઓ આ રસી નહીં લગાવડાવે

સંધુએ કહ્યું કે, અમે કોરોના વાયરસથી ડરતા નથી. હજારો ખેડૂતોદિલ્હીની સરહદો પર વિરોધ કરી રહ્યા છે, પરંતુ ત્યાં કોરોના વાયરસના ચેપનો એક પણ કેસ નોંધાયો નથી. શરૂઆતમાં વડા પ્રધાન દ્ર મોદીએ ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં કોવિડ -19 રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. તેમણે રસીકરણ અભિયાનના બીજા તબક્કા હેઠળ લાયક એવા તમામ લોકોને અપીલ કરી.

(1:27 am IST)