મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

ખેડૂતો બાદ વેપારીઓએ બાયો ચડાવી : GST અને ઇ-કોમર્સ સહિતના પ્રશ્ને 5 માર્ચ થી 8 કરોડ વેપારીઓનું મહા આંદોલન

GST અને ઈ કોમર્સમાં વિદેશી કંપનીઓની સતત મનમાનીના કારણે વેપારીઓ હેરાન

નવા ત્રણ કૃષિ કાયદાઓને લઈને ખેડૂતો છેલ્લા અઢી મહિના કરતાં વધારે સમયથી આંદોલન કરી રહ્યા છે.અનેક વાટાઘાટો બંને પક્ષે કરવા છતાં જેનું હજી સુધી કોઈ પરિણામ આવ્યું નથી ત્યારે કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સએ હવે 26 ફેબ્રુઆરીના ભારતના વેપાર બંધ બાદ જીએસટીઅને ઇ-કોમર્સના મુદ્દાઓ પર 5 માર્ચથી 5 એપ્રિલ સુધી દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. તે દેશના તમામ રાજ્યોમાં એક વિશાળ આક્રમક રાષ્ટ્રીય અભિયાન તરીકે ચલાવવામાં આવશે.CAIT એ કહ્યું છે કે આ બન્ને મુદ્દા દેશના 8 કરોડ વેપારીઓ સાથે સીધો સંબંધ રાખે છે અને જ્યાં સુધી આ બન્ને મુદ્દાનું યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી વેપારીઓ દેશભરમાં આંદોલન ચાલુ રાખશે.

હાલમાં દેશભરના વેપારી GST અને ઈ કોમર્સમાં વિદેશી કંપનીઓની સતત મનમાનીના કારણે વેપારીઓ હેરાન છે.

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતીયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલને વીડિયો કોન્ફરન્સ દ્વારા બધા રાજ્યો અને સંઘશાસિત પ્રદેશોના 275 થી વધુ પ્રમુખ નેતાઓ સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. સર્વસંમતિથી આ નિર્ણય કરવામાં આવ્યો હતો કે આ બન્ને પ્રશ્નેને લઈને કેન્દ્ર સરકાર સાથે સીધો સંવાદ કરવામાં આવશે. તો બીજી તરફ દેશની બધી રાજ્ય સરકારો પણ તેની જવાબદારીથી બચી શકતી નથી.

CAITએ આરોપ લગાવ્યો છે કે રાજ્ય સરકાર પોતાના હિતો માટે જીએસટીના ખુબ જ સાધારણ કાયદા અને નિયમોને વિકૃત કરવામાં કોઈ કમી રાખી નથી. જેથી હવે દેશના બધા રાજ્યોને ઘેરવા માટે વ્યાપક અભિયાન ચલાવવામાં આવશે. CAITએ કેન્દ્રીય નાણા મંત્રીને આગ્રહ કર્યો છે તે તેમણે જીએસટી લઈને CAIT સાથે તુરંત સંવાદ જરૂર કરવો જોઈએ. તો બીજી તરફ ઈ કોમર્સ મુદ્દે પર કેન્દ્રીય વાણિજ્ય મંત્રીની પ્રશંસા કરી હતી

(1:22 am IST)