મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

ચીની હૈકરોએ ભારતીય વેક્સીન ઉત્પાદકોને નિશાન બનાવ્યા :ફોર્મ્યુલા ચોરવાનો પ્રયાસ કરતા ખળભળાટ

ભારતમાં કોરોના રસીકરણ વચ્ચે બે વેક્સિન નિર્માતા કંપનીઓની સિસ્ટમને હૈક કરવા કોશિશ: કોરોના રાશિની ચેઇન તોડવા ષડયંત્ર

નવી દિલ્હી : ભારતમાં કોરોના રસીકરણ વચ્ચે ચીની હૈકરોએ ભારતીય વેક્સીન ઉત્પાદકોને નિશાન બનાવ્યા છે  ભારતના વેક્સિન નિર્મતાઓના કોમ્પ્યુટર સિસ્ટમ (આઇટી)ને હેક કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. મળતી માહિતિ પ્રમાણે હેકિંગનો આ પ્રયાસ ચીન સમર્થિત હેકર્સના એક ગૃપ દ્વારા કરવામાં આવી છે.

સમાચાર એજન્સી રોયટર્સની એક ઇન્ટેલિજન્સ ફર્મ Cyfirma દ્વારા આ વાતની માહિતિ આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે જ બે વેક્સિન નિર્માતા કંપનીઓના સિસ્ટમને હેકલ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે તેમની રસીનો ઉપયોગ અત્યારે ભારતમાં કોરોના રસીકરણ માટે થઇ રહ્યો છે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે આ હેકિંગનો ઉદ્દેશ્ય દેશમાંચાલતા કોરોના રસીકરણમાં કોરોના રસીની સપ્લાઇ ચેઇન તોડવાનો હતો.

ચીની હેકર્સના આ ગૃપે ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યુટના આઇટી વિભાગને હેક કરવાનો પ્રયાસ કર્યો છે. સિંગાપુર અને ટોક્યોમાં આવેલી સાઇબર ફર્મ Cyfirma એ જણાવ્યું કે હેકરોએ ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યુટના સોફ્ટવેરમાં શું ખામી છે અને તને કઇ રીતે ઉપયોગમાં લઇ શકાય તે જાણવાનો પ્રયાસ કર્યો. ઉલ્લેખનીય છે કે સીરમ ઇન્સ્ટિટ્યુટ આખી દુનિયા માટે કોરોના વેક્સિનનું ઉત્પાદન કરી રહી છે.

(11:55 pm IST)