મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd February 2021

ખેડૂતોની સમસ્યા ઉકેલવા વડાપ્રધાન મોદી અને તેમના મંત્રી મુલાકાત કેમ નથી કરતા ? : સુખબીર સિંહ બાદલ

ખેડૂત રસ્તાઓ ઉપર છે, જીવન દાવ પર લગાવી રહ્યાં છે. અનેક ખેડૂતોના જીવ ગયા છે સરકાર તેમના સાથે વાત ના કરીને અન્યાય કરે છે

નવી દિલ્હી : શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે પ્રશ્ન કર્યો છે કે, ખેડૂતોની સમસ્યા ઉકેલવા માટે વડાપ્રધાન મોદી અને તેમના મંત્રી ખેડૂતો સાથે મુલાકાત કેમ કરી શકતા નથીતેમને કહ્યું કે, ઠંડીના દિવસોમાં ખેડૂત કેટલાક સપ્તાહથી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે, આ કેસને ઉકેલવા માટે વડાપ્રધાન મોદી તેમના સાથે મુલાકાત કેમ કરી રહ્યાં નથી

સુખબીર સિંહ બાદલે સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું કે, “ખેડૂત રસ્તાઓ ઉપર છે, તેઓ પોતાનું જીવન દાવ પર લગાવી રહ્યાં છે. અનેક ખેડૂતોના જીવ જઈ ચૂક્યા છે. સરકાર તેમના સાથે વાત ના કરીને અન્યાય કરી રહી છે.”

“જો ખેડૂતો ઠંડીના દિવસોમાં રસ્તાઓ ઉપર પ્રદર્શન કરી શકે છે તો શું વડાપ્રધાન તેમના સાથે મુલાકાત કરી શકે નહીં. શું મંત્રી તેમના સાથે જઈને મુલાકાત કરી શકે નહીં, તેમના સાથે વાત કરીને સમસ્યાનો ઉકેલ લાવી શકે નહીં?”

સામાન્ય બજેટ 2021 પર તેમને કહ્યું કે, બજેટ ડિજિટલ હોય કે પછી કાગળ ઉપર હોય, તે મહત્વપૂર્ણ છે કે, બજેટમાં શું છે. આ ખેડૂત વિરોધી અને ગરીબ વિરોધી બજેટ છે.

કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત પર તેમને કહ્યું, “સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત થઈ છે અને કોઈ જ પરિણામ નિકળી શક્યું નથી. કેન્દ્ર દેખાડો કરી રહી છે કે તે વાતચીત કરવા ઈચ્છે છે પરંતુ અસલમાં તેઓ વાતચીત કરવા ઈચ્છતી નથી. તે માત્ર દેખાડા પૂરતું જ છે. જો દિલ સાફ હોય તો મીનિટમાં આ સમસ્યાનું સમાધાન નિકળી શકે છે.

(12:00 am IST)