મુખ્ય સમાચાર
News of Thursday, 2nd January 2020

દિલ્લી સરકાર પરીક્ષા ફી આપવાની હતી, તો બીજેપીએ વધારો કરી રૂ.૧૯પ૦ કરી નાખીઃ બીજેપી સારી અને સસ્‍તી શિક્ષાની વિરોધી કેમ? દિલ્લીના ઉપમુખ્‍યમંત્રી મનિષ સિસોદીયાની સટાસટી

 દિલ્લીના ઉપ-મુખ્‍યમંત્રી અને શિક્ષણ મંત્રી મનિષ સિસોદીયાએ કહ્યું છે કે દિલ્લી સરકાર ધો.૧૦ અને ૧ર ના વિદ્યાર્થીઓની ફી આપવાની હતી તો બીજેપીએ રૂ. ૪પ૦ ની પરીક્ષા ફી વધારીને રૂ. ૧૯પ૦ કરીનાખી.

        સિસોદીયાએ આગળ કહ્યું બીજેપી નેતા જવાબ આપે કે તે દિલ્લીના લાખો બાળકોના અભ્‍યાસને મોંઘો રાખવાની સાજીશ કેમ કરી રહ્યા છે. આખરે બીજેપી સારી અને સસ્‍તી શિક્ષાના વિરોધી કેમ ?

(12:00 am IST)