મુખ્ય સમાચાર
News of Tuesday, 1st December 2020

શિરડી સાંઈબાબા મંદિરમાં નક્કી કરાયો ડ્રેસ કોડ : ટૂંકા કપડામાં નહીં મળે પ્રવેશ

પૂજા અને દર્શન કરવા માટે મંદિરમાં આવે તો સભ્ય પહેરવેશ પહેરીને મંદિરમાં આવે. તેવી અપીલ

મુંબઈ :મહારાષ્ટ્રના શિરડીમાં સાંઈબાબા મંદિર ટ્રસ્ટના શ્રદ્ધાળુઓને સભ્ય રીતે ભારતીય પરંપરા અનુસાર કપડા પહેરી મંદિરમાં આવવાની અપીલ કરવામાં આવી છે. ટ્ર્સ્ટએ આ પ્રકારના બોર્ડ પણ લગાવ્યા છે, જેમાં શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે, તે પૂજા અને દર્શન કરવા માટે મંદિરમાં આવે તો સભ્ય પહેરવેશ પહેરીને મંદિરમાં આવે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, શિરડી સાઈબાબા મંદિર ફક્ત મહારાષ્ટ્રમાં જ નહીં પણ દેશ અને વિદેશમાં પણ લોકોની આસ્થાનું કેન્દ્ર છે. દેશ વિદેશમાંથી દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ અહીં આ મંદિરમાં આવતા હોય છે. ટ્રસ્ટનું કહેવુ છે કે, અમુક મહિલાઓ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં આવે છે, આ પ્રકારની અનેક ફરિયાદો પણ આવી છે. જે બાદ દર્શનાર્થીઓને અપીલ કરવામાં આવી છે.

(10:54 pm IST)