મુખ્ય સમાચાર
News of Tuesday, 1st December 2020

નેપાળની ચાર મહિલાઓ પીપીઇ કિટ પહેરી કોરોના મૃતકને કાંધ આપીસ્મશાને લઇ ગઈ

ભારતની જેમ રુઢિવાદી દેશ નેપાળમાં મહિલાઓ સ્મશાનયાત્રામાં જોડાતી નથી,

નેપાળની ચાર મહિલાઓએ પીપીઇ કિટ પહેરીને મૃતદેહને કાંધ આપી હોવાની વિરલ ઘટના બની છે. નેપાળ પણ ભારતની જેમ રુઢિવાદી દેશ છે જયાં મહિલાઓ સ્મશાનયાત્રામાં જોડાતી નથી,

   મહિલાઓ મૃતદેહને રુઢી મુજબ સ્પર્શ પણ કરતી નથી તેના સ્થાને ચારેય દિશાની કાંધ મહિલાઓએ આપીને સાહસનો પરીચય આપ્યો છે. નેપાળના પાટનગર કાઠમંડુમાં આ મહિલાઓ કોરોના વ્યકિતના મૃતદેહને સ્મશાન સુધી લઇ ગઇ હતી. મૃતકના સગાઓ દૂર ઉભા રહીને શબ પર પુષ્પવર્ષા કરતા હતા

  મહિલા સૈનિકોને અંતિમ સંસ્કારનું કામ સોંપવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત મહિને પણ મહિલા સૈનિકોએ ડયૂટી દરમિયાન ૬ મૃતદેહોનો સ્મશાન ઘાટ સુધી પહોંચાડયા હતા.

(9:45 pm IST)