મુખ્ય સમાચાર
News of Tuesday, 1st December 2020

કોંગ્રેસ માટે ગહેલોત-પાયલોટનું સમાધાન લીટમસ ટેસ્ટ સમાન

અહેમદભાઇ પછી કોઇ સંકટ મોચકના સંકેત નથીઃ અસંતુષ્ટો, પાર્ટી અધ્યક્ષ સહિતના મુદ્દા પણ ઉભા છે

જયપુર તા. ૧: અહેમદભાઇના નિધન બાદ કોંગ્રેસને રાજસ્થાનમાં લીટમસ ટેસ્ટ જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, જયાં મુખ્યમંત્રી ગેહલોત અને પૂર્વ પ્રમુખ સચીન પાયલોટ વચ્ચે પ્રાયોગિક શાંતિ કરાર કસોટી ઉપર છે. પાયલોટે જુલાઇમાં વિદ્રોહની આગેવાની લીધેલ. જે માટે હાઇકમાન્ડે પાયલોટને મૌખીક વાયદાઓ કરેલ. આ માટે અહેમદભાઇ, અજય માકન અને વેણુ ગોપાલની પેનલનું સોનીયાએ ગઠન કરેલ પણ અહેમદભાઇનું પોઝીટીવ આવવુ, વેણુ ગોપાલના માતાનું અવસાન થતા વાટાઘાટો આગળ ન વધેલ.

હાલ પાયલોટ શાંત છે અને ધૈર્ય રાખીને બેઠા છે. તેમણે બિહારની સાથે સિંધીયાનો ગઢ મનાતા ગ્વાલીયર-ચંબલમાં પણ પ્રચાર કરેલ. ગેહલોતને નેતાઓમાં નેતા માનવામાં આવે છે. અહેમદભાઇની જેમ ગેહલોત પણ ઇન્દીરા યુગથી સક્રીય છે. જયારે તેમને એનએસયુઆઇના રાજસ્થાનના પ્રમુખ બનાવાયેલ ત્યારે તેમનું નિમણુંક પત્ર એક બાઇક સવાર દિલ્હીથી જયપુર પહોંચાડેલ. તેઓ જાદુગરના પરિવારમાંથી આવતા હોવાથી સંજય કોંગ્રેસમાં ''ગિલ્લી-બીલ્લી'' નામથી ઓળખાય છે.

ગેહલોતની શાખ અને પાયલોટ સાથેનો તેમનો ઝઘડાના સંદર્ભે કોંગ્રેસ નેતાઓને લાગે છે કે સમાધાન ફકત અહેમદભાઇની કુશળતા સાથે જ મેળ ખાય છે. હવે સોનીયા, પ્રિયંકા અને રાહુલ ઉપર સમાધાન માટેની જવાબદારી છે. ર૦૧૪થી કોંગ્રેસ સતામાં નથી જેથી ગેહલોત, અમરિદરસિંહ, બધેલ અને નારાયણ સ્વામી જેવા હાલના મુખ્યમંત્રીઓની સોદેબાજીની તાકાત ખુબ જ વધી ગઇ છે.

તેવામાં કોઇ નવા સંકટ મોચકના કોઇ સંકેત નથી જે અહેમદભાઇના જુતામાં પણ નાખી શકે. એટલે ૧૦ જનપથ માટે અહેમદભાઇની વિદાય બાદ રાજસ્થાન પહેલી પરીક્ષા છે. ઉપરાંત અસંતુષ્ટો વચ્ચે બેચેની પાર્ટી અધ્યક્ષ સહિતના મુદ્દાઓ તો ઉભા જ છે.

(3:27 pm IST)