મુખ્ય સમાચાર
News of Tuesday, 1st December 2020

કોરોનાકાળમાં ફાર્મા ઉદ્યોગમાં તેજી

દુનિયાભરમાં ભારતની દવાઓની ડિમાન્ડ વધી

કોવિડની સારવાર માટે ઉપયોગમાં લેવાતી તમામ દવાના ઉત્પાદનમાં વધારો થયો છેઃ એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીમાં ભારતની ફાર્મા સેકટરમાં નિકાસ ૧૫ ટકા વધી

નવી દિલ્હી, તા.૧: કોરોનાકાળમાં સૌથી વધુ ડિમાન્ડ કોઈ સેકટરની વધી હોય તો તે ફાર્મા સેકટર છે. કોરોનાકાળમાં ફાર્મા સેકટરમાં તેજી જોવા મળી છે. કોવિડના સમયમાં ફાર્મા સેકટરની ભૂમિકા પ્રકાશમાં આવી છે. આ કાળમાં ભારતની ભૂમિકા વધુ ચર્ચામાં રહી છે. કારણ કે, ભારત દુનિયાના ૨૦૦ દેશોને દવા પૂરી પાડે છે. એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીમાં ભારતની ફાર્મા સેકટરમાં નિકાસ ૧૫ ટકા વધી છે. દુનિયામાં ભારતની દવાની ડિમાન્ડ વધી છે.

લોકડાઉનમાં સ્થાનિક સ્તરે નેગેટિવ ગ્રોથ હતો. પરંતુ જૂન મહિના બાદ સ્થાનિક સ્તરે ગ્રોથ વધીને ૯ ટકા સુધી પહોચ્યો છે. આત્મનિર્ભર યોજનાને ફાર્મા સેકટરમાં ધાર્યા કરતાં બોહળો પ્રતિસાદ મળ્યો છે. ભારત સરકારે પીએલઆઇ એટલે કે પ્રોડકટશન લીન્કેડ ઇન્સેન્ટીવ સ્કીમ લોન્ચ કરી એપીઆઇ પાર્ક બનાવવાની સરકારે યોજના જાહેર કરી છે. જેમાં પ્રથમ તબક્કામાં ૧૦ કરોડ અને બીજા તબક્કામાં ૧૫ હજાર કરોડની સ્કીમ જાહેર કરી છે.

ત્રણ એપીઆઇ પાર્કની સામે દેશના આઠ રાજયોએ એપીઆઇ પાર્ક સ્થાપવા માટે પહેલ કરી છે. ભારત ૬૮ ટકા એપીઆઇ આયાત કરતુ હતુ, જેમાં મોટાભાગનુ ચીન અને યુરોપથી થતુ હતુ. એપીઆઇ પાર્કમાં પ્રોડકશન શરુ થતાં ભારતની ૭૦ થી ૮૦ ટકા એપીઆઇની આયાત દ્યટી જશે.

કોવિડની સારવાર માટે ઉપયોગમાં લેવાતી તમામ દવાના ઉત્પાદનમાં વધારો થયો છે. જે આ મુજબ છે.

વિટામિન સી ઝીંક, હેઝીથ્રોત્રાઇસીન, આઇવરમેકટીન, ફેવીપીરાવીર

(3:25 pm IST)