મુખ્ય સમાચાર
News of Tuesday, 1st December 2020

જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કાની ૪૩ બેઠકો ઉપર મતદાન શરૂ

નવી દિલ્હી, તા.૧:કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ- કશ્મીરના ઈતિહાસમા પ્રથમવાર જીલ્લા વિકાસ પરીષદની ચુંટણીઓ યોજાઈ રહી છે. આજે એનું બીજા તબક્કાનું મતદાન શરુ થયુ છે. બીજા તબક્કામાં કુલ ૪૩ સીટો પૈકી ૨૫ સીટો પર કશ્મીર અને ૧૮ સીટો પર જમ્મુમા મતદાન થઈ રહ્યુ છે. ૪૩ સીટો પર કુલ ૩૨૧ ઉમેદવારો ચુંટણીમા પોતાનુ ભાગ્ય અજમાવી રહ્યા છે. જેમા ૧૯૬ ઉમેદવાર કશ્મીર તથા ૧૨૫ ઉમેદવારો જમ્મુથી ચુંટણીમા ભાગ લઈ રહ્યા છે. જેઓનુ ભાવી પ્રદેશના ૭ લાખ ૯૦ હજાર મતદારો નક્કી કરશે. કોવિડ ૧૯ને લઈને પ્રશાસન દ્વારા ચુંટણીમા સોશિયલ ડિસ્ટન્સ, સુરક્ષા તથા તમામ પ્રકારની તૈયારીઓની તકેદારી રાખવામા આવી રહી છે.

(2:44 pm IST)