મુખ્ય સમાચાર
News of Tuesday, 1st December 2020

કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડોએ કિસાન આંદોલનને સમર્થન આપ્યું : ભારતના કૃષિ કાનૂન વિરુદ્ધ ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો : ભારત સરકાર શાંતિપૂર્ણ મંત્રણા કરી ખેડૂતોને ન્યાય આપશે તેવી આશા વ્યક્ત કરી

ઓટાવા : ભારતમાં કૃષિ કાનૂન વિરુદ્ધ દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનને કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડોએ સમર્થન ઘોષિત કર્યું છે.

કેનેડામાં વસતા ભારતીય મૂળના શીખોને ગુરુ નાનક જયંતીની મુબારકબાદી પાઠવતી વખતે તેમણે જણાવ્યું હતું કે ભારતમાં ચાલી રહેલા કિસાન આંદોલનથી હું ચિંતિત છું.

તેમણે ઉમેર્યું હતું કે ભારત સરકારે ખેડૂતો સાથે મંત્રણા કરી આંદોલનનો સુખદ અંત લાવવો જોઈએ .અને મને વિશ્વાસ છે કે ભારત સરકાર જરૂર શાંતિપૂર્ણ મંત્રણા કરી કિસાનોને ન્યાય આપશે .

ઉલ્લેખનીય છે કે ભારતના દિલ્હીમાં કૃષિ કાનૂન વિરુદ્ધ આંદોલન ચલાવી રહેલા ખેડૂતો ઉપર ટીઅર ગેસ તથા પાણીનો મારો ચલાવાયો હતો તેનાથી નારાજ થયેલા કેનેડા સ્થિત શીખોએ વિરોધ નોંધાવ્યો હતો તથા પોતાના વતનીઓ માટે ચિંતા વ્યક્ત કરી તેમને મદદરૂપ થવા 50 હજાર કૅનૅડીઅન ડોલર એટલેકે  25 લાખ રૂપિયા જેટલી  રકમ મોકલી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:36 pm IST)