મુખ્ય સમાચાર
News of Tuesday, 1st December 2020

૧૦૦ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવનાર માટે ઇ-ઇનવોઇસની સુવિધા આખરે શરૂ

જીએસટી પોર્ટલ પર ચાર મહિના અગાઉ વેપારીઓને સુવિધા મળી : ૧ એપ્રિલ, ૨૦૨૧ બાદ ઇ-ઇનવોઇસ નહીં બનાવનાર વેપારી પાસે દંડ વસુલાશે

નવી દિલ્હી,તા. ૧: ૧૦૦ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવનાર વેપારીએ ફરજિયાત વેબસાઇટ પરથી જ ઇ-ઇનવોઇસ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, તેનો અમલ આગામી ૧ એપ્રિલ, ૨૦૨૧થી થવાનો છે.તેમ છતાં જીએસટી વિભાગ દ્વારા આજથી જ તેની શરૂઆત કરી દેવામાં આવી છે. જેથી વેપારીઓને તેની પૂરતી જાણકારી મળી રહે.

જીએસટીની વેબસાઇટ પરથી જ ઇ-ઇનવોઇસ બનાવવાનો અમલ જાન્યુઆરી માસથી થવાનો હતો. ત્યારબાદ કોરોનાના લીધે તેની મુદત ઓકટોબર માસ લંબાવવામાં છે, પરંતુ આ સુવિધાનો વેપારીઓ વધુમાં વધુ વપરાશ કરી શકે તે માટે પોર્ટલ પર તેને કાર્યરત કરી દેવામાં આવી છે. જેથી ૧૦૦ કરોડથી વધુનું  ટર્નઓવર ધરાવનાર વેપારી ઇ-ઇતવોઇસ બનાવી શકે તેની શરૂઆત કરવામાં  આવી છે. ચાર મહિના પહેલાં તેની  શરૂઆત કરવા પાછળનો હેતુ એવો પણ  છે કે આગામી એપ્રિલ માસથી તેને શરૂ  કરવામાં આવે તે પહેલા વેપારીઓ કેવી  રીતે ઇ-ઇનવોઇસ બનાવવા સહિતની જાણકારી મેળવી શકે. તેમજ તેમાં કોઈસમસ્યા રહે તો તેના નિરાકરણની પણ વ્યવસ્થા જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવે તેવી તમામ તકેદારીને ધ્યાને રાખીને ડિસેમ્બર મહિનાની શરૂઆત થાય તે પહેલા જ ઇ-ઇનવોઇસ બનાવવાની સુવિધા કાર્યરત કરી દેવામાં આવી છે.

બોગસ બિલિંગ અટકાવવામાં મદદ મળશે

૧૦૦ કરોડથી વધુનુ ટર્નઓવર ધરાવનારે ફરજિયાત ઇ-ઇનવોઇસ બનાવવાનું પડશે. જો વેપારી દ્વારા એક એપ્રિલ બાદ ઇ-ઇનવોઇસ તૈયાર નહીં કરે તો તેની પાસેથી દંડ વસલ કરવામાં આવશે. જેથી ચાર મહિના પહેલા સુવિધા કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાંત આ સુવિધા શરૂ થવાની સાથે જ બોગસ બિલિંગ પર પણ લગામ લાગવાની શકયતા જાણકારોએ વ્યકત કરી છે. કારણ કે બોગસ બિલિંગમાં મોટા મોટા ટર્નઓવર બતાવીને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો યોપડવામાં આવતો હોય છે. જયારે મોટી રકમના ઇ-ઇનવોઇસ બનતા હશે તો તેના પર જ વિભાગના અધિકારીઓએ સીધી નજર દોડાવવાની રહેશે. તેના કારણે બોગસ બિલિંગના રેકેટ પણ ઝડપથી પકડાય તેમ જાણકારો કહી રહ્યા છે.

(11:39 am IST)