મુખ્ય સમાચાર
News of Tuesday, 1st December 2020

કોરોનાએ આજે ૧૦નો ભોગ લીધો : નવા ૪૦ કેસ

શહેરના કુલ કેસનો આંક ૧૦૯૬૭ થયો : ૧૦૦૧૯ દર્દી સાજા થઇ ગયા : હોસ્પિટલમાં ૧૯૩૬ બેડ ખાલી : ગઇકાલે ૭૮ને રજા અપાઇ

રાજકોટ, તા.૧ : દિવાળી બાદથી શહેરમાં એક પછી એક કોરોના કેસ વધી રહ્યા છે. સાથો સાથ મૃત્યુઆંક પણ વધતા ફફડાટ ફેલાયો છે. રિકવરી રેટ થોડો ઘટયો છે. આજે સવારે ૮ વાગ્યા સુધીમાં કુલ ૧૦ મોત નોંધાયા છે. જયારે બપોરે ૧ર વાગ્યા સુધીમાં નવા ૪૦ કેસ નોંધાયા છે.

સવારે જીલ્લા આરોગ્ય તંત્રની સત્તાવાર યાદીમાં જાહેર કર્યા મુજબ ગઇકાલે સવારે ૯થી આજે તા. ૧ના સવારે ૮ વાગ્યા સુધી એમ છેલ્લા ર૪ કલાકમાં શહેર જીલ્લામાં કોવિડ તથા નો કોવિડ ૧૦ જેટલા વ્યકિતઓના મૃત્યુ નોંધાયા છે. જયારે ગઇકાલે થયેલ એક પણ દર્દીનું મોત જ કોરોનાથી નહી થયાનું સરકારની કોવિડ ડેથ કમીટીએ જાહેર કર્યું છે.

દરમિયાન મ.ન.પા.ના આરોગ્ય વિભાગે આજે બપોરે ૧ર વાગ્યા સુધીમાં ૪૦ નવા પોઝીટીવ કેસ આવ્યાનું જણાવ્યું હતું. આ સાથે શહેરમાં કુલ ૧૦૯૬૭ કેસ થયા છે. તેની સામે ૧૦૦૧૯ લોકો સાજા થયા છે. રિવકરી રેટ ૯૧.૬૨ ટકા સુધી પહોંચ્યો છે. જયારે આજ સુધીમાં કુલ ૪૩,પરર૪ લોકોના ટેસ્ટ થયા છે અને પોઝીટીવીટી  રેટ ર.૪૯ ટકા સુધી યથાવત હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે. આજની સ્થિતિએ શહેર-જીલ્લાની કોવિડ હોસ્પિટલોમાં ૧૯૩૬ બેડ ખાલી છે.

(3:23 pm IST)