મુખ્ય સમાચાર
News of Tuesday, 1st December 2020

ડિસેમ્બરમાં કુલ ૧૪ દિવસ બેંકો બંધ રહેશે

અલગ - અલગ રાજ્યોમાં અલગ - અલગ રજા

નવી દિલ્હી,તા. ૧:વર્ષના છેલ્લા મહિના ડિસેમ્બરમાં બેંકોને બહુ રજાઓ મળવાની છે તેથી બેંકના જરૂરી કામ વહેલી તકે પૂરા કરવા જરૂરી બની ગયું છે. ડિસેમ્બરમાં કુલ ૧૪ દિવસ બેંકો બંધ રહેશે. તેથી અનેક બેંક ગ્રાહકોના કામકાજ પર તેની અસર પડશે.

દેશની તમામ બેંકોને ડિસેમ્બરમાં ૧૪ દિવસ રજા મળશે, ફકત અલગ અલગ રાજયમાં આ રજાઓ અલગ અલગ દિવસે હશે. સ્થાનિક તહેવારને આધારે બેંકોમાં રજા જાહેર કરવામાં આવશે.

બેંકોની રજા ત્રણ ડિસેમ્બરથી શરૂ થશે. ત્રીજી ડિસેમ્બરે કર્ણાટક રાજયમાં કનકદાસ જયંતી અને ફેસ્ટ ઓફ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરની રજા છે. ત્રીજી ડિસેમ્બર પછી છઠ્ઠી ડિસેમ્બરે રવિવાર હોવાથી સાપ્તાહિક રજા હશે. ત્યાર બાદ ૧૨મી ડિસેમ્બરે બીજા શનિવારની અને ૧૩મી ડિસેમ્બરે રવિવારની રજા હશે.

ગોવામાં ૧૭મી ડિસેમ્બરે લોસોંગ પર્વ, ૧૮મી ડિસેમ્બરે પુણ્યતિથિ યુ સો સો થમ અને ૧૯મીએ ગોવામુકિત દિનની રજા હશે. ત્યાર બાદ વીસ તારીખે રવિવારની રજા હશે.

ક્રિસમસને કારણે ૨૪મી અને ૨૫મી એ બેંકો બંધ રહેશે, જયારે ૨૬મીએ ચોથા શનિવારની અને ૨૭મીએ રવિવારની રજા આવશે. ૩૦મી ડિસેમ્બરે યુ કિઅંગ નંગબાહની અને ૩૧મી ડિસેમ્બરે થર્ટી ફર્સ્ટની કેટલાક રાજયમાં રજા રહેશે.

(9:33 am IST)