મુખ્ય સમાચાર
News of Tuesday, 1st December 2020

ચોક્કસ બ્લડ ગ્રુપના લોકોને કોરોનાનો ઓછો ખતરો

કોરોના સંક્રમણ પર ચોંકાવનારૃં સંશોધન : જેના શરીરમાં વિટામીન ડી પૂરતા પ્રમાણમાં હશે તેને પણ કોરોનાનો ઓછો ખતરો રહેતો હોવાનો સંશોધનમાં દાવો

નવી દિલ્હી, તા. ૩૦ : દેશ અને દુનિયામાં ફરી એકવખત કોરોના વાયરસ માથું ઉંચકી રહ્યું છે. ભારતની સાથો સાથ બીજા કેટલાંય દેશોની સ્થિતિ પણ હવે ફરીથી ચિંતાજનક બનતી જઇ રહી છે. દરેકની નજર કોરોના વાયરસની વેક્સીન પર ટકેલી છે, જેને વિકસિત કરવા માટેનું દુનિયાના કેટલાંય દેશોમાં કામ ચાલી રહ્યું છે. બધાની વચ્ચે એક ચોંકાવનારું રિસર્ચ સામે આવ્યું છે. જેમાં જાણવા મળી રહ્યું છે કે બ્લડ ગ્રૂપના લોકોને કોરોના સંક્રમણનો ખતરો ઓછો રહે છે તેવો દાવો કરાયો છે. તેની સાથે આરએચ નેગેટિવ બ્લડ ગ્રૂપના લોકોને કોરોનાનો ખતરો ઓછો રહે છે. સાથે શરીરમાં વિટામિન ડી પૂરતા પ્રમાણમાં હશે તો પણ કોરોનાનો ખતરો ઓછો રહે છે.

અનલ્સ ઓફ ઈન્ટરનેશનલ મેડિસિનમાં પ્રકાશિત રિસર્ચમાં જાણવા મળ્યું કે ટાઈપ અને આરએચ નેગેટિવ બ્લડ ગ્રૂપના લોકોને કોરોનાનો ખતરો ઓછો જોવા મળે છે. રિસર્ચમાં ,૨૫,૫૫૬ કેનેડિયન લોકોને સામેલ કરાયા છે. જે લોકોનો ટેસ્ટ કરાયો છે તેમાં બ્લડ ગ્રૂપ , એબી, બીની અપેક્ષાએ કોરોના પોઝિટિવ આવવાનો ખતરો ૧૨ ટકા અને ગંભીર કોરોનાના મોતનો ખતરો લગભગ ૧૩ ટકા ઓછો રહે છે. તમામનું બ્લડ ગ્રૂપ હતું. જે લોકોનો બ્લડ ગ્રૂપનો આરએચ નેગેટિવ છે તેમને કોરોનાથી બચાવ કરી શકાશે. સૌથી ઓછો ખતરો નેગેટિવ બ્લડ ગ્રૂપના લોકોને છે. ટોરંટોના સેન્ટ માઈકલ હોસ્પિટલના ડોક્ટર અને શોધકર્તાના જોલ રેના મતે લોકોમાં કોરોના વાયરસને માટે ખાસ એન્ટીબોડી હોય છે.

તેમનું કહેવું છે કે હવે તેમની અન્ય શોધ તેમના એન્ટીબોડીને લઈને હશે. શોધમાં કહેવાયું છે કે ગંભીર કોરોનાના કેસમાં વિટામીન ડી નિષ્ફળ રહ્યું છે. વિટામિન ડી અને કોરોના વાયરસના સંક્રમણને લઈને અનેક દાવા કરાયા છે. શોધમાં શરીરમાં ઓછામાં ઓછું વિટામીન ડીનું સ્તરનો ખતરો વધ્યો છે. તેમાં જાણવા મળી રહ્યું છે કે કોરોનાના સંક્રમણનો ખતરો ઓછો નથી. ગંભીર રીતે બીમાર કોરોના દર્દીને વિટામિન ડીની સાથે તેના આઈસીયુમાં જવાનો અને હોસ્પિટલમાં તેમનો સમય ઓછો હોવામાં કોઈ મદદ મળતી નથી.

(8:20 am IST)