મુખ્ય સમાચાર
News of Sunday, 1st December 2019

હૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા

બ્રિજની નીચે ઉતારતા સમયે પીડિતા જીવતી હોવાની શંકા થતા સળગાવીદીધી

હૈદરાબાદી તબીબ યુવતીના બળાત્કાર અને હત્યા કેસમાં આરોપીઓએ રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી કબૂલાત કર્યાના હેવાલ મળે છે બળાત્કારીઓએ પહેલા પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો હતો. જે બાદ આરોપીઓ વારાફરતી દુષ્કર્મ ગુજારતા રહ્યાં. પીડિતા મદદ માટે આજીજી કરતી રહી. તેને સાંભળનાર ત્યાં કોઈ જ નહોતું

હેવાનોએ  પીડિતાના મોત બાદ તેના શબ સાથે પણ બળાત્કારીઓ દુષ્કર્મ ગુજારતા જ રહ્યાં. રિમાન્ડ રિપોર્ટની કબુલાત અનુસાર આરોપીએ રાત્રે 9-30 વાગ્યાથી લઈને સાડા દસ વાગ્યા સુધી બળાત્કાર કરતા રહ્યાં. શાદનગર બ્રિજની નીચે ઉતારતા સમયે પીડિતા જીવતી હોવાની શંકા થતા જ તેને જીવતી સળગાવી દીધી. ફોરેન્સિક ટીમે લોહીના ધબ્બા અને પીડિતાના વાળ સહિતના અગત્યના પુરાવા પણ જપ્ત કર્યા છે. આ સિવાય કેસમાં જલદી ફરિયાદ ન લેનારા 3 પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરી દેવાયા છે.

પોલીસને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી લેવા માટે સરળતા રહી છે. આ આરોપીઓમાં મોહમ્મદ આરીફ, જોલુ નવીન, જોલુ શિવા અને ચિંતાકુંતા કેશાવુલુનો સમાવેશ થાય છે. પોલીસે લોકેશનના આધારે ચારેય આરોપીઓને ઝડપી લીધા છે.

(11:15 pm IST)