મુખ્ય સમાચાર
News of Sunday, 1st December 2019

હૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ

ભોગ બનાનાર યુવતીનાં પરિવારજનોને તમામ પ્રકારની મદદ કરવામાં આવશે.

હૈદરાબાદ: શહેરની બહારના વિસ્તારમાં 27 વર્ષની એક ડૉક્ટર યુવતી પર ગૅંગરેપ અને બાદમાં જીવતા સળગાવી દેવાની ઘટનામાં મુખ્ય મંત્રીએ પહેલી વાર નિવેદન આપ્યું છે.

મુખ્ય મંત્રીએ કે. ચંદ્રશેખર રાવે ઘટનાને જઘન્ય ગણવી છે અને આની ટ્રાયલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચનાનો આદેશ આપ્યો છે.

એમણે એમ પણ કહ્યું કે આ કેસમાં ભોગ બનાનાર યુવતીનાં પરિવારજનોને તમામ પ્રકારની મદદ કરવામાં આવશે.

આ દરમિયાન ફરિયાદ લેવામાં મોડું કરવા બદલ 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એમની સામે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

યુવતીનાં પરિવારજનોએ સાયબરાબાદ પોલીસ કમિશનરને કહ્યું કે પોલીસે સ્ટેશનની હદની અવઢવમાં ત્વરિત પગલાં ન લીધાં.

 

મુખ્ય મંત્રીના પુત્ર અને આઈટી મંત્રી કે ટી રામા રાવે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અનેક ટ્વીટ કરીને આઈપીસી અને સીપીસીમાં સુધારો કરવાની તથા બાળકો અને મહિલાઓ વિરુદ્ધના ગુનામાં મૃત્યુદંડની માગણી કરી.

આ દરમિયાન ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ યુવતી જ્યાં રહેતી હતી ત્યાં તે કૉલોનીનાં લોકો દરવાજાઓ બંધ કરી દીધાં છે.

કૉલોનીમાં સહાનુભૂતિ રજૂ કરવા માટે નેતાઓ અને ફિલ્મી કલાકારો આવી રહ્યાં છે ત્યારે તેમણે પોસ્ટર લગાવ્યાં છે કે. નો મીડિયો, નો પોલીસ, નો આઉટસાઇડર, નો સિમ્પથી, ઑનલી એક્શન જસ્ટિસ

(9:48 pm IST)