મુખ્ય સમાચાર
News of Sunday, 1st December 2019

હૈદરાબાદ ગેંગરેપ પર ભાગવતની સલાહ, 'ઘરેથી જ પુરૂષોને શિક્ષિત કરો:કાયદાનો યોગ્ય રીતે અમલ કરો

મહિલાઓ સાથે કેવો વ્યવહાર કરવો તે પુરુષોને ઘરેથી જ શીખવાડવું જોઇએ

હૈદરાબાદ ગેંગરેપની ઘટના અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે કહ્યું છે કે પુરુષોને મહિલાઓ સાથે કેવી રીતે વર્તવું તે વિશે શિક્ષિત કરવાની જરૂર છે. દિલ્હીમાં આયોજિત ગીતા મહોત્સવ કાર્યક્રમમાં મોહન ભાગવતે કહ્યું કે સરકાર કાયદા બનાવે છે જેને યોગ્ય રીતે અમલમાં મૂકવા જોઈએ.

   તેમણે કહ્યું કે વહીવટીતંત્રના ભરોસે બધું મૂકી શકાતું નથી. પુરુષોએ સ્ત્રીઓ સાથે કેવી રીતે વર્તવું તે વિશે કહેવાની જરૂર છે. તેની શરૂઆત કુટુંબથી થવી જોઈએ

   આજે હિન્દુ પવિત્ર પુસ્તક ગીતા  કાર્યક્રમનું આયોજન દિલ્હીના લાલ કિલ્લા ખાતે કરવામાં આવ્યું હતું. જ્યાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા જર્નાદાન દ્વિવેદી પણ સંઘના વડા મોહન ભાગવત સાથે દેખાયા હતા

   આ પ્રસંગે કોંગ્રેસના નેતા જનાર્દન દ્વિવેદી અને સંઘના વડા મોહન ભાગવત, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, રામ મંદિર કાર્યકર સાધ્વી ઋતંભરા અને અન્ય આધ્યાત્મિક નેતાઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત ગીતા કાર્યક્રમમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર પણ હાજર રહ્યા હતા

(9:44 pm IST)