મુખ્ય સમાચાર
News of Friday, 1st December 2017

મોદીની સાથે મનમોહન પણ મારા મિત્ર છેઃ ઓબામા

મોદીએ બ્યુરોક્રેસી, મનમોહને ઇકોનોમીને મોર્ડન બનાવીઃ કોઇપણ લોકતંત્ર દેશ માટે ત્રાસવાદ ખતરારૂપ

નવી દિલ્હી તા. ૧ : અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આજે દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે તેની મિત્રતા છે પરંતુ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સાથે પણ તેઓની સારી મિત્રતા હતી. તેઓએ કહ્યું કે, બંને નેતા ખૂબ જ પ્રભાવશાળી છે. મનમોહનસિંહ અમારા પ્રથમ પાર્ટનર હતા. જ્યારે અમે આર્થિક મંદીમાંથી પસાર થઇ રહ્યા હતા. વડાપ્રધાન મોદી પેરિસ કરારની સાથે અમારા સહયોગી હતા. જોકે અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે ભારતની મુલાકાતે આવવું એ મારા માટે ગર્વની વાત છે. ઓબામાએ કહ્યું કે, અમે આંતરરાષ્ટ્રીય બાધ્યતાઓને સમર્પિત કરીને વૈશ્વિક સાઝેદારીને મજબૂતી આપી છે પરંતુ આંતરરાષ્ટ્રીય સંબંધ હજુ વધુ ખેંચતાણભર્યા છે. ગ્લોબલાઇઝેશન ત્રાસવાદ તેના માટે જવાબદાર છે. વિશ્વભરમાં હિંસામાં ઘટાડો થયો છે. જેમ કે માનવતાના ઇતિહાસમાં હિંસા જોવા મળી છે. આ કાર્યક્રમ બાદ ઓબામા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. આ કાર્યક્રમ પહેલાં ઓબામા એક સમિટમાં ઉપસ્થિત રહ્યાં હતા જયાં તેઓએ ભારત, મોદીના સાથેના સંબંધ તેમજ આતંકવાદ સહિતના મુદ્દે ભાષણ આપ્યું હતું. સાથે જ ઓબામાએ કહ્યું કે મોદી પાસે દેશ માટે વિઝન છે. મોદી બ્યૂરોક્રેસીને મોર્ડન બનાવ્યું છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ મારા સારા મિત્ર છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ત્રણ દેશ (ફ્રાંસ, ભારત અને ચીન)ની મુલાકાતે છે. શનિવારે તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. શુક્રવારે ઓબામાએ ફ્રાંસના લેસ નેપોલિયન્સ સમિટમાં ભાગ લીધો હતો. સાથે જ કેટલીક બેઠકો પણ કરી હતી.

લવ જિહાદ, ધર્માંધતા, ગૌરક્ષાના નામે હત્યા અંગે પૂછવામાં આવેલા સવાલમાં ઓબામાએ કહ્યું કે, 'મેં મોદી સાથે થયેલી ચર્ચાંનો અહીં ઉલ્લેખ ન કરી શકું પરંતુ એકવાત ચોક્કસ છે કે ભારતમાં મોટી સંખ્યામાં મુસ્લિમો રહે છે અને તેઓના હિતમાં દેશ માટે સારૂ જ છે.' આતંકવાદ પર વાત કરતાં ઓબામાએ કહ્યું કે, 'આતંકવાદ કોઈપણ લોકતંત્ર દેશ માટે ખતરનાક છે. હથિયાર કોઈપણ સમસ્યાનું સમાધાન નથી.' પાકિસ્તાની આતંકવાદ ઓબામાએ કહ્યું કે, 'અમેરિકા પણ પાક ટેરરનો શિકાર બન્યું છે. ૨૬/૧૧ હુમલાએ અમેરિકાને પણ પ્રભાવિત કર્યું હતું.'

(4:54 pm IST)