મુખ્ય સમાચાર
News of Friday, 1st November 2019

પોર્ન જોવાની લતઃ ૧૩ વર્ષીય કિશોરે ૬ વર્ષની બહેન સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી

ઘરની બહાર ફટાકડા ફોટતી પિતરાઇ બહેનને ઉઠાવી જઇને દુષ્કર્મ આચર્યું હતું: બહેન બુમો પડાત તેનું ગળું દબાવીને હત્યા કરી હતી

મુંબઇ,તા.૧: મહારાષ્ટ્રમાં ૧૩ વર્ષના કિશોરને અશ્લીલ એટલે કે પોર્ન ફિલ્મો જોવાની લત લાગી હતી. જેના પગલે તેણે પોતાની છ વર્ષની પિતરાઇ બહેન સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ બહેનની હત્યાકરી દીધી હતી. દ્યટનાના બે દિવસ પછી આ કૃત્યની  લોકોને જાણ થઇ હતી.

બે દિવસ પછી બાળકીની લાશ મુંબઇના  ભિવંડી વિસ્તારમાં મળી હતી ત્યારબાદ પોલીસ એકિટવ થઇ હતી. પોલીસે શકના આધારે આરોપી કિશોરની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. કિશોરે હત્યાનું ગુનો કબુલ્યો છે. આરોપ છે કે, ૧૩ વર્ષના કિશોરે બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી દીધી હતી.

પોલીસને  આશંકા છે કે, આરોપી યુવકને પોર્ન ફલ્મ જોવાની લત લાગી હતી. આ લત એટલી હદે હતી કે તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. અને ત્યારબાદ તેની હત્યા કરી દીધી હતી. દિવાળીના  દિવસે આ દ્યટનાને એ સમયે અંજામ આપવામાં આવ્યો હતો જયારે બાળકી દ્યરની બહાર ફટાકડા ફોડી રહી હતી.

સોમવારે સાંજે બાળકી દ્યરની બહાર ફટાકડા ફોડી રહી હતી ત્યારે ૮.૩૦ કલાકે રાત્રે બાળકી ગુમ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. બાળકી ગુમ થયાની જાણ થતાં જ દ્યરવાળા પોલીસ પાસે ગયા હતા અને ગુમ બાળકીની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે ૧૩ વર્ષનો આરોપી બાળકીને નક્કી કરેલી જગ્યાએ લઇ ગયો હતો. જયારે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકી જયારે રડવા અને બુમો પાડવા લાગી ત્યારે આરોપીએ તેનું ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી.

મંગળવારે સ્થાનિક લોકો જયારે દ્યટના સ્થળેથી પસાર થતા હતા ત્યારે પાઇપલાઇમાં બાળકી લાશ જોવા મળી હતી. જે અંગે બાળકીના ઘરવાળાને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે પડોશમાં રહેનારા સંબંધ સહિત તમામ લોકોની પૂછપરછ કરવાનું શરુ કર્યું હતું. પોલીસે જયારે ૧૩ વર્ષના કિશોર સાથે પૂછપછપછ કરી ત્યારે તેના પગોમાં નખુરિયા અને કટના તાજા નિશાન હતા. ત્યારબાદ કિશોરની કડકાઇથી પૂછપરછ કરતા તેણે ગુનો કબુલ્યો હતો.

(11:28 am IST)